Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજકોટ– રાજકોટમાં છેલ્લાં 72 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલ રાતથી હળવો વિરામ લીધાં બાદ આજે સોમવારે સાંજે 4 વાગ્યા પછી બે ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ 36 ઈંચ થયો છે.

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં આજે પણ સવારથી વાદળછાયુ વરસાદી વાતાવરણ રહ્યું હતું. સાંજે 4 વાગ્યે વરસાદ શરૂ થયો, તે પોણા બે કલાક વરસાદ ચાલુ રહ્યો હતો. ગોંડલ, વીરપુર, જેતપુર, દેરડી-કુંભાજી, વીંઝીવાદ, સુલતાનપુર સહિતના આજુબાજુના ગામોમાં જોરદાર વરસાદના સમાચાર મળી રહ્યો છે. તેમજ ભાદર 1 ડેમમાં આજ રાત સુધીમાં નવા નીરની આવક થશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે 21, 22 અને 23 જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

રાજકોટ શહેરને બારેય મહિના પાણી પુરું પાડતાં આજી-1 અને ન્યારી-1 ઓવરફ્લો થવામાં હજી 12 ફૂટનું છેટું છે. તેમ જ જામનગર રોડ પર હનુમાન ધારા પાસે આવેલ ન્યારી-2 ડેમ અને શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલા લાલપરી-રાંદરડા તળાવ સહિતના ત્રણ જળાશયો છલકાઈ ગયા છે. રાજકોટમાં ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે ન્યારી-1 ડેમની સપાટી 9.40 ફૂટ થઈ ગઈ છે. આ પહેલાં ન્યારી-1 ડેમની જળસપાટી શૂન્ય હતી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS