Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી–  શાહરુખ ખાનની આવનારી ફિલ્મ રઈસ ચર્ચામાં છે. રઈસ ફિલ્મમાં શાહરુખ ખાન ગુજરાતના બૂટલેગર રઈસ આલમની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ વાર્તા રઈસના બૂટલેગરથી રાજનેતા બનવાની સફરની વાર્તા છે. ફિલ્મના અમુક ડાયલોગ્સ બહુ જ પસંદ કરવામા આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના રીપોર્ટ અનુસાર રઈસના એક ડાયલોગે મુંબઈના મોચીને બહુ જ પ્રભાવિત કર્યા છે અને હવે એમની દુકાનની દિવાલો પર પણ એ ડાયલોગના પોસ્ટર્સ ચોંટાડેલા છે. આ ખબર જ્યારે શાહરુખ સુધી પહોંચી ત્યારે એમણે આ વિશે ટ્વીટ કરતા લખ્યુ કે હું આશા રાખુ છું કે આપણા સૌમાં પોતાના અને બીજાના કામ પ્રતિ સન્માનનો ભાવ આવે. બધા જ વ્યવસાય મોટા હોય છે.

ફિલ્મના ટ્રેલરમાં શાહરુખ ખાનનો ડાયલોગ ‘કોઈ ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઈ ધરમ નહી હોતા’થી મુંબઈના મોચીની દુકાન ચલાવવાવાળા શ્યામ બહાદુર રોહીદાસ બહુ જ પ્રભાવીત થયા છે. શ્યામ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના રહેવાવાળા છે અને એમની પોતાની વાર્તા પણ ઓછી રસપ્રદ નથી. એમણે સમાચાર એજન્સીને કહ્યું કે મારા પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા, કામના કલાકો પછીના સમયમાં તેઓ મોચીનું કામ કરતા હતાં. હું મુંબઈ કામ માટે આવ્યો હતો અને અહીં મેં બૂટ બનાવતા શીખ્યો. એક મોચીનો દીકરો હોવા છતાં મેં પોતાના દમ પર આમા માસ્ટરી મેળવી છે. એમણે આગળ પણ કહ્યુ મે કઠોર મહેનત કરી છે અને આજે મારી પાસે મારી પોતાની દુકાન છે. હું મારો પોતાનો બોસ છું, જેના લીધે મને ખુશી થાય છે. મારુ કામ જ મારી પૂજા છે.

આ બધાની વચ્ચે શાહરુખ ખાનના હજી બીજા ડાયલોગ્સ પણ છે. જેવા કે ‘બનિયે કા દિમાગ ઔર મિયાભાઈ કી ડેરીંગ’, ‘જો ધંધે કે લિયે સહી વો સહી જો ગલત વો ગલત, ઈસસે જ્યાદા કભી સોચા નહી.’


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS