Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

                                     સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા : હજુ વરસાદી માહોલ

 

ગાંધીનગર– સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદે બરાબરના ઝપટમાં લીધા છે. આ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે અને ચોટીલામાં અઢાર ઇંચ, ટંકારામાં તેર ઇંચ જેટલો વરસાદ ચોવીસ કલાકમાં વરસી ગયો છે હજુ વરસાદી માહોલ તો છે જ. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું અને મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ચોટીલા તાલુકામાં ૪૫૦ મી.મી. એટલે કે ૧૮ ઇંચ જેટલો, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ૩૪૦ મી.મી. એટલે કે ૧૩ ઇંચથી વધુ, ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ૨૬૦ મી.મી. એટલે કે, ૧૦ ઇંચથી વધુ, રાજકોટ જિલ્લાના રાજકોટમાં ૨૩૮ મી.મી. એટલે કે નવ ઇંચથી વધુ અને  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ૧૪૪મી.મી. રાજકોટ જિલ્લાના પડધરીમાં ૧૫૯ મી.મી. અને મૂળીમાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આજે તા.૧૫/૦૭/૨૦૧૭ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૨૦ તાલુકાઓમાં ત્રણ થી અઢાર ઇંચ જ્યારે અન્ય ૧૦૯ તાલુકાઓમાં બે ઇંચથી અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાત દાંતા તાલુકામાં ૧૩૦ મી.મી., પોશીનામાં ૧૩૭ મી.મી., કલોલમાં ૧૩૩ મી.મી., વાંકાનેરમાં ૧૩૭ મી.મી., જામનગરમાં ૧૨૪ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ જ્યારે ડીસામાં ૧૧૭ મી.મી., બાલાસિનોરમાં ૧૦૭ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતના અમીરગઢ તાલુકામાં ૯૫ મી.મી., દાંતીવાડામાં ૯૨ મી.મી., ખેડબ્રહ્મામાં ૮૨ મી.મી., વીજયનગરમાં ૮૩ મી.મી., દહેગામમાં ૮૦ મી.મી., ઇડરમાં ૭૩ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને અંજારમાં ૬૮ મી.મી., ધાનેરામાં ૬૦ મી.મી., સુઇગામમાં ૫૬ મી.મી., વડગામમાં ૪૮ મી.મી., બાવળામાં ૪૮ મી.મી., કઠલાલમાં ૫૧ મી.મી., સોજીત્રામાં ૪૮ મી.મી., ઊંઝામાં ૫૧ મી.મી., ધનસુરામાં ૪૮ મી.મી., ગાંધીનગરમાં ૬૭ મી.મી., લુણાવાડામાં ૫૭ મી.મી., સિદ્ધપુરમાં ૬૬ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત કચ્છના ગાંધીધામ, લખપત, નખત્રાણા, રાપર, હારીજ, પાટણ, સાંતલપુર, સરસ્વતી, શંખેશ્વર, કાંકરેજ, લાખણી, પાલનપુર, થરાદ, જોટાણા, ખેરાલુ, મહેસાણા, સતલાસણા, વીજાપુર, વીસનગર, પ્રાંતિજ, વડાલી, માણસા, અમદાવાદ શહેરા, ધોળકા, વીરમગામ, મહેમદાવાદ, મહુધા, આણંદ, ખંભાત, પેટલાદ, ડભોઇ, વડોદરા, હાલોલ, શહેર, સંતરામપુર, લખતર, જસદણ, જામકંડોરણા, કોટડા-સાંગાણી, વીંછીયા, જોડીયા, ભાણવડ, ઉના, સાગબારા, નીઝર, પારડી મળી કુલ ૪૬ તાલુકઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૫૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૩.૪૦ ટકા જેટલો નોંધાયો છે.

 

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૭ હાઇ એલર્ટ  : સરદાર સરોવર (નર્મદા ડેમ)ની જળ સપાટી ૧૧૭ મીટર

રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૫/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકની સ્થિતિએ વ્યાપક વરસાદને કારણે રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૦૭ જળાશયો હાઇ એલર્ટ તેમજ ૦૫ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં ૫૨૧૭.૮૫ મિલિયન કયુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૨૬ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે તેમાં કચ્છ જિલ્લાના ફતેહગઢ, જામનગર જિલ્લાના  કનકાવતી, મોરબી જિલ્લાના ડેમી-૩ અને મચ્છુ-૩, રાજકોટ જિલ્લાના ખોડાપીપર અને સુરેન્દ્રનગર જિલ્લાના મોરશલ અને ત્રિવેણીસંગ એમ કુલ-૦૭ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના ઉન્ડ-ર, રાજકોટ જિલ્લાના આજી-ર, સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા એમ મળી કુલ ૦૪ને એલર્ટ તેમજ અન્ય ચાર જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS