Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ચંદીગઢ- વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં રાજ્યને નશા મુક્ત કરવાના આપેલા વચન પર કેપ્ટન સરકારે અમલ કરવાનું શરુ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. સત્તાની કમાન સંભાળ્યા બાદ કોંગ્રસની અમરિંદરસિંઘ સરકારે નવી એક્સાઈઝ પોલિસીને મંજૂરી આપી દીધી છે. નવી નીતિ પ્રમાણે રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર 500 મીટર સુધી દારુની દુકાન ખોલવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

પંજાબ કેબિનેટે નાણાંકિય વર્ષ 2017-18 માટે નવી આયકર નીતિ મંજૂર કરી છે. નવી નીતિ મુજબ રાજ્યમાં દારુની દુકાનના વેંડરોની સંખ્યા પણ ઓછી થશે. મહત્વનું છે કે, હાલમાં રાજ્યમાં 6384 જેટલી દારુની દુકાન છે. નવી નીતિ પ્રમાણે દારુના વેન્ડરોની સંખ્યા ઘટીને 5900 જેટલી થઈ જશે.

આ પહેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંઘે જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્યમાં નશાના કારોબાર પર રોક લગાવવા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ SITની રચના કરશે. આપને જણાવી દઈએ કે,  અમરિંદરસિંઘના નૈતૃત્વમાં કોંગ્રેસે સત્તારુઢ ભાજપ-અકાલી ગઢબંધનને પરાજય આપી રાજ્યમાં પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવી છે. પંજાબમાં 117 બેઠકવાળી વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠક મેળવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS