Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ- શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહનો અંતિમ દિવસ હોવાથી દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. અને શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. તેમ છતાં સેન્સેક્સ વર્ષની નવી ઊંચાઈ પર બંધ હતો. અને નિફટી ઈન્ડેક્સ 9218ની નવી હાઈ બનાવ્યા પછી 9160 લાઈફ ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 63.14(0.21 ટકા) વધી 29,648.99 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 6.35(0.07 ટકા) વધી 9160.05 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. નિફટી 9207 ખુલ્યો હતો. શરૂમાં નવી લેવાલીથી નિફટી વધુ વધી 9218.40ની નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. જો કે સપ્તાહના કામકાજનો છેલ્લો દિવસ હોવાથી તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી કાઢી હતી. પરિણામે શેરોના ભાવ પાછા પડ્યા હતા. એફઆઈઆઈ પણ સતત લેવાલ હતી. બ્લુચિપ સ્ટોકમાં નવી ખરીદી ચાલુ જ રહી હતી. પરિણામે નફારૂપી વેચવાલી ખવાઈ જતી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ સામાન્ય પ્લસ ખુલ્યા હતા. જેથી શેરબજારનું ઓવરઓલ સેન્ટિમેન્ટ બુલિશ રહ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS