Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજકોટ – ગયા વર્ષના ચેમ્પિયન મુંબઈએ અહીં સેમી ફાઈનલ મેચમાં તામિલનાડુને આજે પાંચમા અને અંતિમ દિવસે 6-વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 10મી જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનારી ફાઈનલમાં મુંબઈનો મુકાબલો ગુજરાત સાથે થશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે મુંબઈની આજની જીતનો ઘણો શ્રેય તેના સગીર વયના – 17 વર્ષના બેટ્સમેન પૃથ્વી શૉની સદીને જાય છે. મુંબઈને જીત માટે 251 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેણે 4 વિકેટ ગુમાવીને તે સફળતાપૂર્વક ચેઝ કરી બતાવ્યો હતો.

પૃથ્વી શૉ, જે 17 વર્ષ અને 57 દિવસની વયનો છે તેણે બીજા દાવાં 175 બોલનો સામનો કરીને 120 રન ફટકાર્યા હતા.

ડેબ્યૂ રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરીને તે સચીન તેંડુલકર, અમોલ મઝૂમદાર, અજિંક્ય રહાણે, જતીન પરાંજપે અને સમીર દીઘે તથા અન્યોની હરોળમાં આવી ગયો છે.

પૃથ્વીએ 152મા બોલમાં સિંગલ રન દોડીને પોતાના 100 રન પૂરા કર્યા હતા. રણજી ટ્રોફી સ્પર્ધામાં કારકિર્દીની પહેલી જ મેચમાં સદી ફટકારનાર તે 14મો ખેલાડી બન્યો છે.

મુંબઈએ રણજી ટ્રોફી સ્પર્ધામાં આ 46મી વાર પ્રવેશ કર્યો છે. એમાંથી તે 41 વખત વિજેતા બન્યું છે. 

અંતિમ સ્કોરઃ

તામિલનાડુ 305 (બાબા ઈન્દ્રજીત 64) અને 356/6 ડિકલેર (ઈન્દ્રજીત 138, અભિનવ મુકુંદ 122) 6-વિકેટથી પરાજય થયો મુંબઈ સામે 411 (આદિત્ય તરે 84, સૂર્યકુમાર યાદવ 73, વિજય શંકર 59 રનમાં 4 વિકેટ) અને 251-4 (પૃથ્વી શૉ 12).


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS