Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– પહેલી જુલાઇથી ઘર ખરીદવા પર જીએસટી લાગુ પડી ગયો છે. ફ્લેટ હોય કે પ્લોટ તેના પર 12 ટકા જીએસટી લાગ્યો છે. એટલે ઘર ખીદવું હોય તો એ જાણવું ફાયદેમંદ છે કે આ ટેક્સનો બોજો કેટલો અને કઇ રીતે ઘટાડી શકાય છે.

જે સ્કીમો પૂર્ણ થઇ ચૂકી છે અને જેને ઓક્યૂપેશન સર્ટિફિકેટ-ઓસી મળી ગયું હોય અથવા જેમાં રજિસ્ટ્રેશન થઇ શકે તેવા પ્રોજેક્ટમાં ઘર ખરીદવા પર જીએસટી નહીં લાગે.

જે પ્રોજેક્ટ કમ્પ્લિટ થઇ ગયો છે અને ઓસી માટે અરજી કરી દેવાઇ છે પરંતુ ઓથોરિટી દ્વારા સર્ટિ  ઇશ્યૂ નથી કરવામાં આવ્યું તો નવા ગ્રાહકે ઘરની કીમત પર 12 ટકા જીએસટી આપવો પડશે.

જોકે ઓસી ન મળ્યું હોય તેવા પ્રોજેક્ટમાં બિલ્ડર બાંધકામ સામગ્રી ખરીદીનું ઇનવોઇસ જમા કરાવે તો તેની કુલ કીમત પર 2.40 ટકા ક્રેડિટ મળે છે જે બિલ્ડર ઇચ્છે તો ગ્રાહકને આપી શકે છે.

જો ડેવલપરે પ્રોજેક્ટના બદલે ઓથોરિટીને ચૂકવવાની રકમ આપી નથી તો ઓસી મળવા છતાં પણ રજિસ્ટ્રેશન નહીં થઇ શકે.

જીએસટી હેઠળ બિલ્ડરને સીમેન્ટ, સ્ટીલ, પેઇન્ટ, બાથરુમ ફિટીંગ્ઝ વગેરેની ખરીદી પર ચૂકવેલાં ટેક્સ પર ગ્રાહક દ્વારા કમ્પ્લિટ યુનિટ પર આપવામાં આવેલ ટેક્સમાંથી ક્રેડિટ મળી શકે છે. આ માટે ડેવલપર્સને પહેલી જુલાઇ પછી ખરીદેલાં ઇનપુટ પર મળનારા ક્રેડિટનો ફાયદો ગ્રાહકને આપવો જોઇએ.

નમૂનારુપે જોઇએ તો જો એક પ્રોજેક્ટના નિર્માણ પર ઇનપુટ ક્રેડિટના બદલે 400 રુપિયા દર સ્ક્વેર ફિટ ક્રેડિટ મળે છે તો બિલ્ડરે કીમતમાં એટલો ઘટાડો કરવો જોઇએ. આમ કરવાથી ઓછી થયેલી રકમ પર જીએસટી લાગશે.

સરકારનો દાવો છે કે જો કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરતાં ઇનપુટ ખરીદી પર દેવામાં આવેલા ટેક્સના બદલે મળનાર સંપૂર્ણ ક્રેડિટને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો ઘરની કીમતો વધવી ન જોઇએ. પરંતુ એ ત્યારે જ સંભવ છે જ્યારે પ્રોજેક્ટ જીએસટી લાગુ થયાં બાદ બન્યો હોય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS