Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – કેન્દ્ર સરકારે અપનાવેલી નવી નીતિ મુજબ, દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હવે દરરોજ ફેરફાર કરવામાં આવે છે. ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર અનુક્રમે 7-8 પૈસા અને 10-11 પૈસાનો વધારો થયો છે.

આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 79 રૂપિયા અને 46 પૈસા છે.

ગ્રાહકોનું કહેવું છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. નવો ભાવ 2014ના ભાવના આંકને સ્પર્શી ગયો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમત વૈશ્વિક બજારોમાં પેટ્રોલના ભાવ, ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ તથા ડોલર-રૂપિયાની ચાલ પર નિર્ભર રહે છે.

અમેરિકામાં હાલમાં ફૂંકાયેલા ઈરમા વાવાઝોડાએ જે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે એને કારણે પણ દુનિયાભરમાં પેટ્રોલના ભાવ વધી ગયા છે. એની અસર ભારતની ઘરેલુ બજાર ઉપર પણ થઈ છે.

પેટ્રોલ-ડિઝલના ભાવની અગાઉ સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓ દર મહિને અને ત્યારબાદ દર 15 દિવસે સમીક્ષા કરતી હતી, પરંતુ હવે કંપનીઓએ દૈનિક ભાવની પદ્ધતિ અપનાવી છે. આમ, તેમણે 15 વર્ષ જૂની પદ્ધતિને પડતી મૂકી છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS