Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરા – શહેરમાં ગઈ કાલે રાતે ભગવાન ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો કરવામાંથી માંડવીથી પાણી ગેટ વચ્ચેના વિસ્તારોમાં કોમી અથડામણ ફાટી નીકળી હતી.

પાણી ગેટ અને માંડવીમાં થયેલી જૂથ અથડામણને કાબુમાં લેવા માટે પોલીસે પહેલા લાઠીમાર કર્યો હતો, પણ તે છતાં તોફાનીઓ અંકુશમાં ન આવતાં એમણે અશ્રુવાયુ છોડવો પડ્યો હતો. હવે શહેરમાં પરિસ્થિતિ અંકુશમાં છે એવું વડોદરાના પોલીસ કમિશનર મનોજ શશિધરે જણાવ્યું છે.

હરીફ જૂથોના લોકોએ સામસામો એવો સખત પથ્થરમારો કર્યો હતો એમને અંકુશમાં રાખવા જતાં ચાર પોલીસ જવાન ઘાયલ થયા હતા.

કેટલાક શ્રદ્ધાળુઓ આગામી ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ભગવાન ગણપતિની મૂર્તિને મંડપમાં પધરામણી કરાવવા માટે લઈ જતા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો.

એ વખતે ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસોએ તરત જ તોફાનીઓને રોકવા પગલાં લેવાનું શરૂ કર્યું હતું.

તોફાને ચડેલા લોકોને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુના 30 જેટલા શેલ્સ ફાયર કર્યા હતા.

બેકાબૂ બનેલા લોકોના ટોળાએ માંડવી રોડ પર અનેક વાહનોને આગ ચાંપી હતી.

પરિસ્થિતિ હવે કાબૂમાં છે. અશાંતિગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS