Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ન્યૂયોર્ક- આતંકવાદને લઈને અમેરિકાએ પાકિસ્તાન સામે ભવાં ખેંચતાં વધુ એકવાર તીખાં બોલ બોલ્યાં છે. અમેરિકાએ પાકિસ્તાનના બેવડાં વલણને લઈને ફટકાર લગાવી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનેન્ટ જનરલ એચ. આર. મેકમાસ્ટરે પાકિસ્તાનના બેવડા વલણની નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાન સહિત અન્ય કેટલાક સ્થળોએ ચાલી રહેલા આતંકવાદને પોષણ આપવામાં પાકિસ્તાનનો હાથ છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થને સંતોષવા પાકિસ્તાન હિંસાને સમર્થન આપે છે.

મેકમાસ્ટરે એક અફઘાન ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે પોતાના સ્વાર્થ માટે તાલિબાનનો ઉપયોગ કરવો અને આતંકી સંગઠનને સહયોગ કરવા તેમજ આતંકીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો હતો. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની હાલની મુલાકાત દરમિયાન મેકમાસ્ટરે જણાવ્યું કે, ‘અમે ઘણા વર્ષોથી એવા આશા કરતા આવ્યા છીએ કે, પાકિસ્તાની નેતા આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરશે અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી એ પાકિસ્તાનના હિતમાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એ વાતના સંકેત મળી રહ્યા છે કે, પાકિસ્તાન પર અમેરિકા તેનું વલણ વધુ કડક કરી શકે છે. જનરલ મેકમાસ્ટરે તેમના એક ખાસ વ્યક્તિની નિમણૂક કરી છે જે એ વાતનું સમર્થન કરશે કે, પાકિસ્તાને આતંકવાદ સાથે સહયોગ કરવાનું બંધ કરવું જોઈએ. તેમજ પાકિસ્તાન આતંકવાદના સમર્થનમાં ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની મદદ નહીં કરે તે અંગેની શર્ત રાખવામાં આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS