Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બીજિંગ- પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનની ‘કહેવાતી મિત્રતા’ ભારત માટે પડકારરુપ બની રહી છે. ચીન અને પાકિસ્તાનના સંબંધો સતત મજબૂત થઇ રહ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ કમર બાજવા હાલમાં ચીનના પ્રવાસે છે. બાજવાએ ચીનના આર્મી અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી હતી. મહત્વનું છે કે, હવે ચીન અને પાકિસ્તાને નક્કી કર્યું છે કે, બંને દેશોના વ્યૂહાત્મક સંબંધો માત્ર હથિયારોના આદાન-પ્રદાન સુધી મર્યાદીત નહીં રહે. ચીન હવે પાકિસ્તાનને બેલેસ્ટિક, ક્રૂઝ, એન્ટી એરક્રાફ્ટ, એન્ટી શિપ મિસાઇલ અને બેટલ ટેન્કના નિર્માણ માટે પણ અધિકૃત કરવા જઇ રહ્યું છે.

ચીની મીડિયાએ એક યાદીમાં જણાવ્યું છે કે, ચીન અને પાકિસ્તાન સાથે મળીને મોટા પાયે હથિયારોનું નિર્માણ કરશે. બંને દેશ એ વાત પર સહેમત થયા છે કે આતંકવાદ વિરુદ્ધ બંને દેશ સાથે મળીને કામ કરશે અને એક બીજાની મદદ કરશે.

મહત્વનું છે કે, ભારતે જ્યારે તેના અત્યાધુનિક મિસાઈલ અગ્નિ-5નું પરિક્ષણ કર્યું ત્યારે ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિયમોનું ઉલ્લંઘન કરીને ભારત ઉપર રોક લગાવવા પ્રયાસ કર્યો હતો. જેનાથી ચીન ભારતના બેલેસ્ટિક મિસાઇલના વિકાસ કાર્યક્રમને રોકી શકે. ચીન સતત પાકિસ્તાનનો સપોર્ટ કરતું જોવા મળ્યું છે. જેના બદલામાં પાકિસ્તાને ચીનને ઈસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ સામે લડવામાં ચીનને સહયોગ કરવાનું વચન આપ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS