Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- પાકિસ્તાની આર્મીના જનરલ કમર જાવેદ બાજવાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલી કશ્મીર સમસ્યાનું સમાધાન ચર્ચાથી શક્ય હોવાનું જણાવ્યું છે. જોકે કશ્મીર માટે લડી લેવાની વાત કરનારા પાકિસ્તાની સેના પ્રમુખનું આ નિવેદન ચોંકાવનારું છે.

આ પહેલા પાકિસ્તાનના કોઈ પણ જનરલે કશ્મીર મુદ્દે શાંતિ અંગે ચર્ચાની ભલામણ નથી કરી. કમર બાજવાએ આ વાત પાકિસ્તાની રક્ષા દિવસ પર આયોજીત વાર્ષિક કાર્યક્રમ દરમિયાન કરી હતી.

બાજવાનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે હજી બે દિવસ પહેલા જ પાકિસ્તાની વિદેશપ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરના આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદે પાકિસ્તાનમાં આશ્રય મેળવ્યો છે.

કમર બાજવાએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રગતિ માટે શાંતિ જરુરી છે. ભારત અને પાકિસ્તાન બંને દેશ શાંતિ હશે તો જ પ્રગતિ કરી શકશે. જોકે બાજવાએ ભારતને ચેતવણીના સ્વરમાં શિખામણ આપતા કહ્યું કે, ભારત માટે પણ એ યોગ્ય રહેશે કે, કશ્મીરમાં સેના મોકલવાને બદલે આ મુદ્દે વાતચીતથી સમાધાન લાવવા પ્રયાસ કરે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS