Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- પાકિસ્તાનનો સમાવેશ વિશ્વના એવા ટૉપ-50 દેશમાં કરવામાં આવે છે જ્યાં આતંકવાદ માટે આર્થિક મદદ અને મની લોન્ડરિંગનું સૌથી વધુ જોખમ છે. આ વાતની સ્પષ્ટતા સ્વિત્ઝરલેન્ડની સંસ્થા બાસેલ ઈન્સ્ટિટ્યૂટ ઓન ગવર્નેન્સે પોતાના તાજેતરના અહેવાલમાં કરી છે.

બાસેલ ઈન્સ્ટિટ્યૂટ ઓન ગવર્નેન્સ-2017 દ્વારા મની લોન્ડરિંગ અને આતંકવાદને નાણાકીય મદદ કરનારા સૌથી વધુ જોખમવાળા 146 દેશોનું આકલન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનનો ટૉપ 50માં સમાવેશ કરવામાં આવ્યો છે.

146 દેશોની આ યાદીમાં પાકિસ્તાન 46માં ક્રમે છે. આ સમૂહની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલા તાજેતરના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એન્ટિ મની લોન્ડરિંગ સૂચકાંકના અત્યંત જોખમી દેશોમાં ઈરાન, અફઘાનિસ્તાન, ગિની, બિસાઉ, તઝાકિસ્તાન, લાઓસ, મોઝામ્બિક, માલી, યુગાન્ડા, કમ્બોડિયા અને તાન્ઝાનિયાનો પણ સમાવેશ થાય છે.

જ્યારે આ પ્રકારના જોખમનું નહીંવત્ પ્રમાણ ધરાવતા ટોચના ત્રણ દેશોમાં ફિનલેન્ડ, લિથુઆનિયા અને એસ્ટોનિયાનો સમાવેશ થાય છે.  આ યાદીમાં 5.58 અંક સાથે ભારત 88મું સ્થાન ધરાવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS