Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- પાકિસ્તાનને ભારત વિરુદ્ધ સહયોગ કરવામાં ચીન મોટી ભૂમિકા ભજવી રહ્યું છે તે જગજાહેર છે. જોકે આ વાત ભારત માટે ચિંતાનો વિષય છે અને પાકિસ્તાનને ચીન તરફથી પીઠબળ મળી રહ્યું છે. આ મુુદ્દો વધુ એક વખત પ્રકાશમાં આવ્યો છે જ્યારે પાકિસ્તાને કુલભૂષણ જાધવ મુદ્દે ICJનો ચૂકાદો માનવાથી ઈન્કાર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન ચીનના કહેવાથી આમ કરી રહ્યું છે.

હવે સવાલ એ થાય છે કે, શું ICJનો ચૂકાદો નહીં માનીને પાકિસ્તાન આ મુદ્દાને UNમાં લઈ જવા માગે છે કે શું?  જો આમ થશે તો UNમાં પાકિસ્તાનને ચીનના વીટોનો સહયોગ મળી શકે છે. ભૂતકાળમાં મસૂદ અઝહર મુદ્દે પણ ચીને પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યું હતું અને વીટોનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને બચાવવામાં મદદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં પાકિસ્તાન CPEC સહિતના અનેક મુદ્દે ચીનની જરુરિયાત બની ગયું છે. જેથી ભારત માટે કપરા સંજોગોનું નિર્માણ કરવા ચીન પાકિસ્તાનનો સહયોગ કરે તે સ્વાભાવિક છે. જેથી જાધવ મુદ્દે પણ ચીન વધુ એકવાર પાકિસ્તાનનો સહયોગ કરી શકે છે. પરંતુ આ વખતે જાધવ મામલે પાકિસ્તાનનો સાથ આપવો ચીનને ભારે પડી શકે છે. કારણકે જાધવ કેસમાં ચૂકાદો આપતી વખતે ICJમાં જે 15 જજ હતા તે પૈકી એક જજ ચીનના પણ હતા. અને નિર્ણય સંભળાવતી વખતે ચીનના જજ જિયૂ હનક્વીને બે વાર રોની અબ્રાહમના ચૂકાદાનો ઉલ્લેખ કરી તેને યોગ્ય ગણાવ્યો હતો.

જો ચીનના જજે ICJના ચુકાદાને યોગ્ય ગણાવ્યો હોત તે પછી આ કેસ ભલે UNમાં જાય તો પણ ત્યાં ચીન માટે પાકિસ્તાનની તરફેણ કરી વીટોનો ઉપયોગ કરવાનો માર્ગ સરળ નહીં હોય. જોકે આ ત્યારે જ શક્ય બને જ્યારે ચીન ICJના ચીકાદાને માત્ર એક કાયદાકીય પ્રકિયા ગણાવે.

જોકે સત્ય આનાથી સાવ વિપરિત છે. ICJનો ચૂકાદો ભારત-પાકિસ્તાનના સંબંધો જોતાં માત્ર કાયદાકિય પ્રક્રિયા પુરતો મર્યાદિત નથી, જેથી આ મુદ્દે ચીનનું પાકિસ્તાનને મદદ કરવું પણ ભારત વિરુદ્ધ ખુલી ચેતવણી સમાન છે. ચીનનું આ વલણ જો નહીં બદલાય તો આગામી સમયમાં ભારત માટે પાકિસ્તાન નહીં પણ ચીન વધુ મોટો પડકાર બનીને સામે આવશે તેમાં કોઈ શંકા નથી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS