Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

(ડાબે) પહલાજ નિહલાની, (જમણે) પ્રસૂન જોશી

નવી દિલ્હી – સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ઈન ઈન્ડિયા (CBFC) અથવા સેન્સર બોર્ડના ચેરમેનપદેથી પહલાજ નિહલાનીની હકાલપટ્ટી કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, નિહલાનીની જગ્યાએ જાણીતા ગીતકાર અને કવિ પ્રસૂન જોશીની નિમણૂક કરવામાં આવી છે.

CBFCના ચેરમેન તરીકે નિહલાનીની મુદત આ વર્ષના ડિસેંબરમાં પૂરી થવાની હતી. એમની મુદત અનેક વિવાદોથી ગ્રસ્ત રહી છે.

અગાઉ અહેવાલો હતા જ કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય નિહલાનીની કામગીરીથી ખુશ નહોતું તેથી એમની હકાલપટ્ટીની સંભાવના હતી જ.

નિહલાનીએ હાલમાં જ રિલીઝ થયેલી ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ ફિલ્મને સ્ત્રીપ્રધાન ફિલ્મ તરીકે ગણાવી હતી અને શાહરૂખ-અનુષ્કા અભિનીત જબ હેરી મેટ સેજલના એક ટ્રેલરમાં ‘ઈન્ટરકોર્સ’ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો.

ગયા જુલાઈમાં નિહલાનીએ ફિલ્મના પડદા પર કલાકારોને ધૂમ્રપાન કરતા કે શરાબ પીતા ન બતાવવાનો આદેશ આપ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS