Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જયપુર – અમુક ઈસમો ચિતોડગઢ કિલ્લામાં આવેલા પદ્મિની મહેલમાં ઘૂસ્યા હતા અને ત્યાંના અરીસાઓ તોડી નાખ્યા હતા. આ અરીસા દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખીલજીએ રાજપૂત રાણી પદ્માવતીનો ચહેરો પોતે જોઈ શકે એ માટે ત્યાં મૂકાવ્યા હોવાનું કહેવાય છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે કેટલાક તોફાનીઓએ રવિવારે સાંજે પદ્મિની મહેલમાં ઘૂસીને અંદરના ત્રણેય અરીસા તોડી નાખ્યા હતા. આ સ્થળ જયપુરથી લગભગ 300 કિ.મી. દૂર આવેલું છે. પોલીસે આ બાબતમાં તપાસ શરૂ કરી છે.

આ અરીસાઓને તોડી નાખ્યાની જવાબદારી શ્રી રાજપૂત કરણી સેનાએ સ્વીકારી છે.

આ જ સંગઠનના કાર્યકરોએ ગઈ 27 જાન્યુઆરીએ જયપુરમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પર હુમલો કર્યો હતો અને પદ્માવતી ફિલ્મનું શૂટિંગ અટકાવવાની ભણસાલીને ફરજ પાડી હતી.

રાજપૂત કરણી સેનાનાં એક કાર્યકર્તાએ જણાવ્યું છે કે અમે પદ્મિની મહેલના અરીસા તોડવાની 15 દિવસ પહેલાં ચેતવણી આપી હતી. અમારી માગણી છતાં અરીસા દૂર કરવામાં આવ્યા નહોતા.

રવિવારે સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે ચાર-પાંચ જણ મહેલમાં ઘૂસ્યા હતા અને અરીસા તોડી નાખ્યા હતા અને પછી ત્યાંથી ભાગી ગયા હતા.

લગભગ 13મી સદીમાં મોગલ રાજા ખીલજીએ રાજપૂત રાણી પદ્માવતીનો ચહેરો પોતે નિહાળઈ શકે એ માટે મહેલમાં અરીસા મૂકાવ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS