Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ-8 નવેમ્બર 2016ની રાત્રે એકાએક નોટબંધીની જાહેરાત થઇ ત્યારબાદ 500 અને હજારની નોટનું ચલણ અમુક મુદત સુધી સ્વીકાર્ય બન્યું હતું. જેમાં પેટ્રોલપંપો પર કદાચ સૌથી વધુ આ નોટો સ્વીકારવામાં આવી હતી. હાલમાં કેન્દ્રીય નાણાંવિભાગ દ્વારા ઓપરેશન ક્લીન મની શરુ કરવામાં આવ્યું છે તેમાં માહિતી બહાર આવી છે કે રાજકોટ સેન્ટર હેઠળ આવતાં 110 પેટ્રોલપંપ પર નોટબંધી દરમિયાન 190 કરોડ રુપિયા કેશમાં ડિપોઝિટ કરવામાં આવ્યાં હતાં.

આ સંદર્ભે થયેલાં સર્વેમાં રાજકોટ સહિત જામનગર, ગાંધીધામ, જૂનાગઢ, ભૂજ, મોરબીના પેટ્રોલપંપોની તપાસ દરમિયાન 10 કરોડનો તફાવત જોવા મળ્યો હતો.

નોટબંધી દરમિયાન જમા થયેલી રકમના એનાલિસિસમાં તથ્ય સામે આવ્યું કે, પેટ્રોલ પંપોએ ડિપોઝિટ કરેલ કેશમાં પાંચમા ભાગની કેશ સેલ કરતાં વધુ હતી. રીપોર્ટ પ્રમાણે,સરેરાશ માસિક વેચાણ સાથે નોટબંધી દરમિયાનના ડેટાની સરખામણી કરવામાં આવી હતી. આગળની તપાસ માટે બેન્ક સ્ટેટમેન્ટનો પણ ઝીણવટથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યાં ડેવિએશન 25 ટકાથી વધારે જોવા મળ્યું હતું, તે કેસને સર્વે માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. સરકારે નોટબંધી દરમિયાન પેટ્રોલ પંપોને SBN(સ્પેસિફાઈડ બેન્ક નોટ્સ ઓફ 1000 & 500) સ્વીકારવાની અનુમતિ આપી હતી. માર્ચમાં કરવામાં આવેલા આ ઓપરેશન ક્લીન મનીમાં આ બાબતો સામે આવી હતી. માર્ચ એન્ડ સુધીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટોરેટ ટેક્સને રિપોર્ટ મોકલાયાં હતાં.

સર્વેમાં જણાવાયા મુજબ  અમદાવાદ, રાજકોટ અને સૂરતના પેટ્રોલ પંપોએ બિનહિસાબી નાણાં કન્વર્ટ કર્યા છે તેની જાણકારી મળ્યાં પછી તપાસ શરુ થઈ હતી.જેમાં  ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના અનુમાન પ્રમાણે, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન મોટા પ્રમાણમાં જૂની નોટોને બદલવામાં આવી હતી. ઓપરેશન ક્લીન મનીના સ્ટેટસ રીપોર્ટ પ્રમાણે વેચાણથી થયેલી આવકના નામે પેટ્રોલ પંપોએ મોટા પ્રમાણમાં બિનહિસાબી નાણું જમા કરાવ્યું હતું.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS