Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદઃ સાબરમતી રિવરફ્ન્ટને અમદાવાદ શહેર જ નહીં ગુજરાતનું  નજરાણું કહેવડાવી ગૌરવ લેતી સરકાર માટે આ હકીકતનું અજવાળું લોકોમાં ભારે રોષ જન્માવી રહ્યું છે. તાજેતરમાં રિવરફ્રન્ટ પર યોજાયેલા નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમ દરમિયાન જોણું જોવા મળ્યું ત્યારે સામાન્ય જનતાને જાણ થઇ છે કે રિવરફ્રન્ટ પર રુપિયા 5.20 કરોડના ખર્ચે કુલ આઠ લિફ્ટ પણ બનાવવામાં આવી છે અને જે એકદમ ફિટ ચાલુ હાલતમાં છે અને તેનો ઉપયોગ ફક્ત વીવીઆઈપી જ કરી શકે છે.

લોકશાહી તંત્રની અજાયબ સાબિતી આપી રહેલું રિવરફ્રન્ટનો વહીવટ કરતું પ્રશાસન  જણાવે છે કે આ તમામ લિફ્ટ ચાલુ જ છે અને તેનું મેઇન્ટેનન્સનું કામ લાઇટ વિભાગ સંભાળે છે. પરંતુ સરકારી કાર્યક્રમો માટે જરુરિયાત પ્રમાણે ચલાવવામાં આવે છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર આવતાં કોમનમેન એવા નાગરિકોમાં વૃદ્ધો, અશક્તો, દિવ્યાંગ, સગર્ભાઓ પણ હોય છે જેઓને વોક વે પર જવા પસા્પગથિયાં ચડવાની સમસ્યા થતી હોય છે. લગભગ નાગરિકોને જાણકારી જ નથી કે આવી લિફ્ટ છે, અને ભૂલેચૂકે કોઇ લિફ્ટનો ઉપયોગ કરવા ઇચ્છે તો સિક્યૂરિટી ગાર્ડ દ્વારા તગેડી મૂકવામાં આવે છે. લિફ્ટમેન ન હોવાનું કારણ આગળ ધરી આમ કરવામાં આવી રહ્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર બે વર્ષ પહેલાં આ 8 લિફ્ટ બનાવીને ‘લોકાર્પિત’ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં જૂના વાડજથી પાલડી સુધી અને પૂર્વભાગમાં શાહીબાગ ડફનાળાથી લઇ જમાલપુર સુધી 4-4 એમ આઠ લિફ્ટ બનાવાઇ છે.

હાલ વેકેશનની મોસમમાં દરરોજ હજારો નાગરિકો બાળકો સહિતના પરિવાર સાથે રિવરફ્ન્ટ પર સહેલગાહે આવે છે અને નદીકિનારો જીવંત બની જાય છે. ત્યારે પોતાને કોમનમેનના સીએમ પ્રસ્તૂત કરનાર પક્ષના નેતાઓ અને નિર્ણય લેનારા સંબંધિતો જનતાના પૈસે માણી રહેલી લક્ઝરી પ્રજા માટે પણ ઉપલબ્ધ કરાવાય તેવી શહેરીજનોની લાગણી અને માગણી ઊભી થઇ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS