Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ-બેંગ્લૂરુમાં સોમવારે સાંજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રવાસી ભારતીય દિવસ 2017ના સમારોહમાં આઠ નોનરેસિડેન્ટ ગુજરાતીઓને સન્માનિત કરવામાં આવ્યાં છે. જેમાં રમેશ શાહ, ડોક્ટર ભરત બારાઇ, મહેશ મહેતા, નિશા દેસાઇ બિસવાલ યુએસમાં રહે છે. જ્યારે ફિજીમાં રહેતાં વિનોદચંદ્ર પટેલ, બ્રિટનના પ્રીતિ પટેલ, દીજીબાટીમાં રહેતાં નલીનકુમાર કોઠારી અને કેનેડામાં રહેતાં મુકુંદ પુરોહિત શામેલ છે. આ તમામ ગુજરાતીઓમાં પ્રીતિ પટેલ યુકે સરકારમાં સેક્રેટરી તરીકેનો મહત્ત્વપૂર્ણ હોદ્દો સંભાળે છે, જ્યારે પ્રીતિ દેસાઇ પણ યુએશમાં સેક્રેટિરીયેટમાં હોદ્દો શોભાવે અને બંને ભારતમાં ઘણાં જાણીતાં છે. આ આઠ એનઆરજીને જે તે દેશમાં વર્ષોથી વસતાં ભારતીય સમુદાય માટે નિસ્વાર્થભાવે કરેલાં પ્રદાન માટે સન્માનિત કરવામાં આવ્યાં છે. તેઓએ સ્કૂલો સ્થાપવામાં મદદ કરવા સાથે અવેરનેસ પ્રોગ્રામ્સ પણ જે તે દેશમાં કરેલાં છે.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS