Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- જમ્મુકશ્મીરમાં આતંક વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહેલાં સૈન્યના જવાનોને હવે એવું મશીન મળવાનું છે કે જેનાથી તેમની તાકાત અનેકગણી વધી જશે. ભારતીય આર્મીને હવે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવા માટે રોબોટ્સ મળવાના છે.

આ રોબોટ્સ યુદ્ધ અને હુમલાની સ્થિતિમાં સંવેદનશીલ સ્થળો પર સેનાને હથિયાર અને ગોળાબારુદ પહોંચાડશે. ફાયરિંગ રેન્જ હોવાથી આવી સ્થિતિ અને સ્થળ પર સેનાના જવાનોના જાનને જોખમ હોય છે. પણ રીમોટ દ્વારા સંચાલિત આ રોબોટ એવી હાલતમાં સરળતાથી સેનાની મદદ કરશે.

ખાસ વાત એ છે કે આવા રોબોટ્સ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે. આર્મી દ્વારા આવા 544 રોબોટ્સની જરુરિયાત દરખાસ્તને રક્ષા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ જાણકારી આર્મીના અધિકારીઓએ આપી છે.

સેના પાસેથી મળેલી જાણકારીના આધાર પર હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટમાં લખ્યું હતું કે જમ્મુ કશ્મીરમાં આતંક ગામડા અને જંગલોથી નીકળીને શહેરો તરફ પગપેસારો કરી રહ્યો છે. આથી આર્મીને હાઈ ટેકનોલોજીની જરૂરિયાત પડે છે. હલકા અને મજબૂત આવા રોબોટ્સમાં સર્વિલન્સ કેમેરા અને ટ્રાન્સમિશન સીસ્ટમની સુવિધા હશે. તે પોતાના મેઈન સેન્ટરથી 200 મીટરની રેન્જમાં કામ કરી શકશે. આર્મીએ પોતાની જરુરિયાતની યાદીમાં દર્શાવ્યું છે કે આ મશીન એવી હોવા જોઈએ કે ક્રિટિકલ સ્થળો પર ગ્રેનેડ અને હથિયારોની ડિલિવરી કરી શકે.

સમાચાર મુજબ આવા રોબોટ્સનો ફાયદો રાષ્ટ્રીય રાયફલ્સના જવાનોને વધારે થશે. રાષ્ટ્રીય રાયફલ્સ આતંકીઓનો સંહાર કરનારી એક આધુનિક કહી શકાય તેવું આતંક વિરોધ દળ છે. તેના જવાનો ખાસ કરીને આતંકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં જાય છે. આર્મી નોટ અનુસાર રાષ્ટ્રીય રાયફલ્સ રોબોટિક સર્વિલન્સનો ઉપયોગ રીયલ ટાઈમ ઈનપુટ લેવા માટે કરી શકે છે. જો આ ઈનપુટ કામને લાયક હોય તો તેના પર અમલ પણ કરી શકાય છે. રોબોટ્સનો ઉપયોગ સેનાને સૌથી મોટો ફાયદો એ થશે કે ઓપરેશન દરમિયાન આતંકીઓના ફાયરિંગથી સેનાના જવાનો બચી જશે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS