Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ચેન્નાઈ – તામિલ સુપરસ્ટાર રજનીકાંતે આજે અહીં એક સભામાં જણાવ્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો નથી.

રજનીકાંત આઠ વર્ષના લાંબા ગાળા બાદ આજે સવારે પહેલી જ વાર અહીં એમના પ્રશંસકોને મળ્યા હતા અને એક સ્વાગત સત્રમાં એમની સાથે વાર્તાલાપ કર્યો હતો.

રજનીકાંતે કહ્યું હતું કે, મારી ટીકા કરવામાં આવે એની હું ફિકર કરતો નથી. રાજકારણ સાથે મારો નાતો 20 વર્ષ પહેલાં અકસ્માતપણે બંધાયો હતો અને ત્યારથી ઘણા નેતાઓ એમની રાજકીય કારકિર્દીમાં લાભ ખાટવા માટે મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે.

‘કેટલાક લોકોની ઈચ્છા વિધાનસભ્ય બનવાની હતી અને પૈસા બનાવવા માટે એવા નેતાઓ મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે. ભગવાનની ઈચ્છા હશે તો હું રાજકારણમાં જોડાઈશ અને હું પૈસા બનાવવા માટે નહીં, પણ લોકોની સુખાકારી માટે કામ કરવા માટે રાજકારણમાં જોડાઈશ. અત્યારે તો ભગવાન એવું ઈચ્છે છે કે હું અભિનેતા જ બની રહું અને હું પણ એમાં ખુશ છું,’ એમ રજનીકાંતે કહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS