Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયા દ્વારા છઠ્ઠું પરમાણું પરીક્ષણ કરાયા બાદ તેના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પ્રતિબંધ મુકવાની અમેરિકા દ્વારા ભલામણ કરવામાં આવી છે, તેના વિરોધમાં ઉત્તર કોરિયાએ અમેરિકાને ભારે કિંમત ચુકવવા તૈયાર રહેવા ધમકી આપી છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના વિદેશ મંત્રાયલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા જવાબી કાર્યવાહી માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. આ સ્ટેટમેન્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાને એવી તકલીફનો સામનો કરવો પડશે જેની તેણે હજી સુધી કલ્પના પણ નહીં કરી હોય.

ઉત્તર કોરિયાના જણાવ્યા પ્રમાણે તેના આત્મરક્ષાના વિરોધ કરવાના બહાને અમેરિકા તેના ઉપર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. વધુમાં ઉત્તર કોરિયા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, અમેરિકાનો વધી રહેલો વ્યાપ અને પરમાણુ તાકાતથી આત્મરક્ષા કરવા માટે ઉત્તર કોરિયા થર્મોન્યૂક્લિયર હથિયાર વિકસાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાએ ગત ત્રણ સપ્ટેમ્બરના રોજ પોતાના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું હતું. જેને કિમ જોને ઉત્તર કોરિયાની મહાન જીત ગણાવી છે. અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયાના સમર્થનથી ઉત્તર કોરિયા ઉપર નવા નવા પ્રતિબંધ લગાવવા સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં ઉત્તર કોરિયાને પેટ્રોલિયમ અને કપડાના નિર્યાત ઉપર પ્રતિબંધ લગાવવાની સાથે વિદેશોમાં કામ કરી રહેલા ઉત્તર કોરિયાના નાગરિકો ઉપર પણ પ્રતિબંધ મુકવાની ભલામણ કરવામાં આવી છે.

આ તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઉત્તર રિયા પર સૈન્ય કાર્યવાહી એ અમેરિકા માટે પ્રથમ વિકલ્પ નથી, પરંતુ જો કોઈ અન્ય વિકલ્પ નહીં રહે તો સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે તેમ ટ્રમ્પે જણાવ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS