Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પ્યોંગયાંગ- નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે વધી રહેલી કડવાશથી સંભવિત પરમાણુ યુદ્ધનો ખતરો ઉદભવી રહ્યો છે અને વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોર્થ કોરિયાના રાજદૂત કીમ ઈન રેયોંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નોર્થ કોરિયા દર અઠવાડિયે પરમાણુ પરીક્ષણ કરશે અને જો અમેરિકા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો નોર્થ કોરિયા અમેરિકા પર પરમાણુ હુમલો કરતાં સહેજ પણ અચકાશે નહીં.

કીમ ઈન રેયોંગે કોરિયા ઉપખંડમાં પરમાણુ યુદ્ધની સ્થિતિ ઊભી થવા માટે સીધી રીતે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. નોર્થ કોરિયાએ સ્પષ્ટપણે ધમકી આપી છે કે, તે કોઈ પણ ક્ષણે વિનાશક અણુયુદ્ધ માટે તૈયાર છે. દરમિયાન અમેરિકાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાને મર્યાદામાં રહેવા ચેતવણી આપી છે.

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટે નોર્થ કોરિયાને ચેતવણી આપી છે કે, અમેરિકાએ સિરિયા અને અફઘાનિસ્તાનમાં કરેલી સૈન્ય કાર્યવાહીથી નોર્થ કોરિયાએ સબક શીખવો જોઈએ. આ ચેતવણી સામે નોર્થ કોરિયાના વાઈસ ફોરેન મિનિસ્ટર હાન સોંગ રેયોલે જણાવ્યું કે ‘અમે વીકલી, મંથલી અને યરલી જ્યારે ઈચ્છા થશે ત્યારે મિસાઈલ પરિક્ષણ કરીશું. અમારા અણુ શસ્ત્રો અમારા દેશની સુરક્ષા માટે છે.’

કોરિયાના વાઈસ ફોરેન મિનિસ્ટરના નિવેદનના જવાબમાં પેન્ટાગોને કહ્યું કે, નોર્થ કોરિયા હવે અમેરિકાની ધીરજની વધુ કસોટી ન કરે તો સારું રહેશે. વાસ્તવમાં અમેરિકા કોઈ પણ સંજોગોમાં નોર્થ કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને બંધ કરાવવા માગે છે, પરંતુ નોર્થ કોરિયા કોઈ પણ સંજોગોમાં પીછેહઠ કરવા તૈયાર નથી, જેથી બંને દેશ પરમાણુ યુદ્ધના દ્વાર પર આવીને ઉભા છે તેમ કહી શકાય. આપને જણાવી દઈએ કે, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં જ  એવું જણાવી ચૂક્યાં છે કે, જો ચીન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ પર લગામ લગાવી શકતું ન હોય તો અમેરિકા એકલા હાથે નોર્થ કોરિયા સામે લડી લેશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS