Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ અંતર્ગત આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલ નોબેલ ડાયલોગ્સ-૨૦૧૭ નોબેલ પ્રાઇજ સિરિઝ અને તેમાં ઉપસ્થિત નોબેલ લોરિએટ્સ સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં વ્યકત થયેલા વિચારો દેશ, રાજય અને હાલની યુવા પેઢી માટે બહુમૂલ્ય સાબિત થશે, એમ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ આ પ્રકારના લોરિએટ્સ સંવાદનું આયોજન થાય તે અંગે ગુજરાત સરકાર વિચારી રહી છે.

આ લોરિએટ્સ ચર્ચાને આગવી અને અનોખી ગણાવતા ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોઇ નોબેલ લોરિએટ્સનો સામૂહિક રીતે આ પ્રકારનો સંવાદ યોજાયો હોય તેવી દેશની આ સૌ પ્રથમ ઘટના છે. તેમાં પણ એક દેશમાં, તેના એક રાજ્ય, એક નગર અને તેના એક હોલમાં લોરિએટ્સ સંવાદ યોજાયો હોય તે ગુજરાત અને દેશની પ્રથમ ઘટના છે.

બે તબક્કામાં લોરિએટ્સ સંવાદનું આયોજન થયું હતું. આ નોબેલ ડાયેલોગ્સના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઓના કુલપતિઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS