Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે પ્રધાનો તથા અધિકારીઓની કાર પરની લાલ લાઈટને દૂર કરવાનો નિર્ણય લીધો છે અને તેનો અમલ આવતી 1લી મેથી શરૂ થશે.

આ નિર્ણયને પગલે ગુજરાતના ડેપ્યુટી મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન અને પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓની મોટરકાર પર લાલ લાઈટ નહી વાપરવાનો નિર્ણય કરાયો છે, તેને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવકાર્યો છે અને ગુજરાત સરકાર પણ તેનો સત્વરે અમલ કરશે.

નિતીનભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં આમ જનતા અને વડાપ્રધાન, પ્રધાનો એક સમાન છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ લોકશાહીને વધુ ઉજ્જ્વળ કરતાં આ નિર્ણયને ગુજરાત સરકાર અનુસરશે, કેન્દ્ર સરકારના નોટિફિકેશનનો અભ્યાસ કરીને સત્વરે ગુજરાત સરકાર પણ તેનો અમલ કરશે. ગુજરાત સમગ્ર દેશમાં નવતર અભિગમો થકી દેશનું રોલ મોડલ બન્યું છે, તે જ રીતે આ નિર્ણયથી પણ ગુજરાત દેશને નવો રાહ ચીંધશે.

દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વીવીઆઈપી કલ્ચર સમાપ્ત કરવા માટે લાલ અને ભૂરી લાઈટોના ઉપયોગ પર અંકુશ લાવવાનો નિર્ણય લેવાયો છે. અને હવે લાલ-ભૂરી લાઈટોવાળી ગાડીનો ઉપયોગ નહી કરી શકાય. પહેલી મે મજૂર દિવસથી આ નિર્ણયનો અમલ થશે. આ પ્રતિબંધ કેન્દ્રીય પ્રધાનો અને અધિકારીઓ પર લાગુ થશે. તે ઉપરાંત રાજ્ય સરકાર પણ આ પ્રતિબંધ લાગુ કરશે, પણ ઈમરજન્સી સર્વિસીઝ માટે ભૂરી લાઈટના ઉપયોગની મંજૂરી રહેશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS