Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગત મોડીરાતે અમેરિકાની ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો, જેને પગલે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી, પરિણામે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલીને નવી લેવાલીથી વધુ વધ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉછળી 29,614.79 વર્ષની નવી ઊંચી સપાટી બતાવી હતી. તેમજ નિફટી ઈન્ડેક્સે ઈન્ટ્રા-ડેમાં 9158.45 લાઈફ ટાઈમ હાઈ થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 187.74(0.64 ટકા) ઉછળી 29,585.85 બંધ રહ્યો હતો. અને નિફટી ઈન્ડેક્સ 68.90(0.76 ટકા) વધી 9153.70 બંધ થયો હતો.

બીએસઈમાં કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 120.35 લાખ કરોડે પહોંચી ગયું
– બીએસઈમાં કુલ માર્કેટ કેપિટાલાઈઝેશન સૌથી ઊંચું રહ્યું
– આજે કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.04 લાખ કરોડનો વધારો થયો
– સેન્સેક્સે ઈન્ટ્રા-ડેમાં 29,614.79 વર્ષની નવી ઊંચી સપાટી બતાવી
– નિફટી ઈન્ટ્રા-ડેમાં 9158.45 લાઈફ ટાઈમ હાઈ નવી સપાટી બનાવી
– રોકડના શેરોમાં નવી લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ ઑલ ટાઈમ હાઈ પર રહ્યા
– બેંકિંગ શેરોમાં જોરદાર લેવાલીથી નવી તેજી થઈ
– બેંક નિફટી 21,250 રેકોર્ડ સપાટીએ બંધ રહ્યો

અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. જેને પગલે અમેરિકન સ્ટોક માર્કેટની તેજી પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ ઊંચા ખુલ્યા હતા. અને ભારતીય શેરોના ભાવ પણ ઊંચા ખુલ્યા હતા. શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફટીએ નવા ઊંચા મથાળા બતાવ્યા હતા. જો કે ત્યાર બાદ માર્કેટ બે તરફી વધઘટમાં અથડાયું હતું. પણ તમામ  સેકટરના શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. એફઆઈઆઈએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી, જેને પગલે તેજીવાળાની નફારૂપી વેચવાલી ખવાઈ જતી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS