Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – સુપરસ્ટાર શાહરૂખ ખાને એની આગામી ફિલ્મ ‘રઈસ’નું એક નવું પોસ્ટર શેર કર્યું છે જેમાં એની અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન વચ્ચે કેમિસ્ટ્રીની એક ઝલક જોઈ શકાય છે.

આ ફિલ્મની વાર્તા ગુજરાતમાં લાગુ કરાયેલી દારૂબંધી પર આધારિત છે. આલ્કોહોલ ઉદ્યોગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં જોરદાર એક્શન દ્રશ્યો અને ઘણી રોમાંચક ક્ષણોની રજૂઆત કરવામાં આવી છે.

શાહરૂખે હવે એના ચાહકોને જણાવ્યું છે કે તેઓ હવે વાર્તાની એક અલગ પ્રકારની તથા રોમેન્ટિક બાજુ જોવા માટે તૈયાર રહે.

શાહરૂખે આજે આ ફિલ્મના બે પોસ્ટર શેર કર્યા છે. એક પોસ્ટરમાં એ ગંભીર લૂકમાં દેખાય છે તો બીજા પોસ્ટરમાં એ માહિરાનો હાથ જોશથી પકડેલો અને રોમેન્ટિક અંદાઝમાં દેખાય છે.

માહિરા સાથેનાં પોસ્ટરની કેપ્શનમાં લખ્યું છે, ‘તૂ શમા હૈ તો યાદ રખના… મૈં ભી હૂં પરવાના.’

શાહરૂખે વધુમાં લખ્યું છે કે, આશા છે કે આપ સહુને ‘રઈસ’નું આ પોસ્ટર ગમ્યું હશે. એક્શન હો ગયા, ઉસકે બાદ રોમાન્સ હોગા.

રાહુલ ધોળકિયા દિગ્દર્શિત આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકીની પણ મહત્વની ભૂમિકા છે.

‘રઈસ’ આ મહિનાની 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS