Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- આગામી 17 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યું છે. જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનું આગામી સત્ર પણ ભારે હંગામેદાર રહેશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 18 વિપક્ષી પાર્ટીઓએ GST, નોટબંધી જેવાં અનેક મુદ્દે મોદી સરકારને ઘેરવા રણનીતિ બનાવી છે. બીજી તરફ મહિલા સંગઠનોએ ચોમાસુ સત્રમાં મહિલા આરક્ષણ બિલ પાસ થાય તેવી માગ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષ 5 વિવિધ મુદ્દે સરકારને ઘેરી શકે છે. જે માટે 18 વિપક્ષી દળોએ એક રણનીતિ તૈયાર કરી છે. વિપક્ષ જે 5 મુદ્દે સરકાર વિરુદ્ધ સવાલ ઉભા કરશે તેમાં નોટબંધીથી લોકો પર અસર, GST લાગુ કરવામાં ઉતાવળ, ખેડૂતોની આત્મહત્યા, રાજકીય ષડયંત્ર, દેશની મૂળભૂત વ્યવસ્થાને બચાવવી સહિતના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યા છે.

ગત રોજ મળેલી વિપક્ષની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, TMC નેતા ડેરેક ઓબ્રાયન, JDU નેતા શરદ યાદવ, NCPના પ્રફુલ પટેલ, CPMના નેતા સીતારામ યેચુરી, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, સપા નેતા નરેશ અગ્રવાલ, BSPના સતીષ મિશ્રા અને 10 અન્ય પાર્ટીના નેતા સામેલ થયા હતા. ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે, પાર્ટી સ્વતંત્ર રીતે પણ મુદ્દાઓ ઉઠાવશે પરંતુ કેટલાક મુદ્દાઓ એવા છે જે અંતર્ગત 18 પાર્ટીઓ એક સાથે મળીને સરકારને ઘેરશે. સપા નેતા નરેશ અગ્રવાલે સલાહ આપી કે દરેક વિપક્ષી પાર્ટીઓએ મહિનામાં એક વખત મુલાકાત કરવી જોઈએ. આ મીટિંગ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ થવી જોઈએ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS