Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ ભારતીય શેરોમાં માર્કેટ ખુલતા જ નવી લેવાલી આવી હતી. ખાસ કરીને બેંક શેરોની આગેવાની હેઠળ ઈન્ડેક્સ આધારિક હેવી વેઈટ શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 255.17(0.82 ટકા) ઉછળી 31,311.57 રેકોર્ડ સપાટીએ બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 69.50(0.72 ટકા) વધી 9657.55 બંધ થયો હતો.

જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી, પહેલી જુલાઈથી જીએસટી લાગુ થઈ રહ્યો છે, નાણાપ્રધાન અરૂણ જેટલીએ પ્રથમ બે મહિના જીએસટી રીટર્ન ભરવામાં મુક્તિ આપી છે. તેમજ વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબધો વધુ ગાઢ બનશે. જે આશાવાદ પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. અને એક નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

  • અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ એશિયા અને યુરોપના સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય થયું
  • ડાઉ જોન્સ ફયુચર 64 પોઈન્ટ પ્લસ, નેસ્ડક ફયુચર 34 પોઈન્ટ અપ
  • બીએસઈ બેન્ક્કેસ 255 પોઈન્ટ ઉછળી 26,844 રેકોર્ડ સપાટીએ બંધ રહ્યો
  • ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, એફએમસીજી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો
  • તેજી બજારે કન્ઝયુમર ડ્યુરેબલ, ફાર્મા, આઈટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી
  • રોકડાના શેરોમાં તેજીનો ઝાઝો કરંટ આવ્યો ન હતો.
  • બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 10.41 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 13.27 માઈનસ બંધ હતો.
  • આવકવેરા વિભાગે કેર્ન ઈન્ડિયાને નોટિસ ઈસ્યુ કરી છે, કેર્ન ઈન્ડિયાએ 10.4 કરોડ ડૉલરની રકમ શેરહોલ્ડરોને ચુકવવાની રહેશે.
  • સીડીએસએલનો આઈપીઓ ખુલ્યો છે, જે 21 જૂને બંધ થશે. કંપની આ ઈસ્યુ થકી 520 કરોડ રૂપિયા ઉભા કરશે.
  • સીડીએલએલના નવા શેરની પ્રાઈઝબેન્ડ 145-149 રૂપિયા નક્કી કરાઈ છે.

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS