Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– ગુજરાત સરકાર હસ્તકના નેશનલ હાઇવેના નિર્માણ અને જાળવણી માટે કેન્દ્ર સરકારનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા નાણાં ફાળવવામાં આવે છે. આ માટે ગુજરાત રાજયને વર્ષ 2017-18ના વાર્ષિક આયોજન માટે રૂા. 3154 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. આ આયોજન દ્વારા ચાલુ વર્ષમાં મહત્વના કામો હાથ ધરવામાં આવશે.

  • ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઇવેનું 6 લેન કરવાનું કામ રૂા. 876.40 કરોડના ખર્ચે
  • ભૂજ એરપોર્ટ-ખાવડા-ઇન્ડીયા બ્રીજ-ધર્મશાળા સેકશનનું 96 કિ.મી. માર્ગનું કામ રૂા. 419 કરોડના ખર્ચે
  • ધોરાજી-કાલાવાડ સેકશનનું 58 કિ.મી. માર્ગનું કામ રૂા. 276 કરોડના ખર્ચે
  • થરાદ-ધાનેરા-પાથાવાડા 68 કિ.મી. માર્ગનું કામ રૂા. 411 કરોડના ખર્ચે
  • રાજસ્થાન બોર્ડર પર નેનવા-ધાનેરા 21 કિ.મી. માર્ગનું કામ રૂા. 82 કરોડના ખર્ચે
  • દિગાસ-હાસોટ-સહોલ-વડોલી-કદરામા સેકશનનું 27 કિ.મી. માર્ગનું કામ રૂા. 45 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે
  • 5 જેટલા મેજર અને માયનોર બ્રીજ પણ બનાવવામાં આવશે.
  • આ તબકકે એ પણ નોંધવું જોઇએ કે અગાઉના વર્ષોની સરખામણીએ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષ ખુબ જ મોટી રકમની ફાળવણી વાર્ષિક આયોજન પેટે કરવામાં આવેલ છે. વર્ષ 2011-12 માટે રૂ. 136.88 કરોડ, વર્ષ 2012-13 માટે રૂ. 144.34 કરોડ અને વર્ષ 2013-14માં આ માટે માત્ર રૂ. 232.37 કરોડની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી.

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS