Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સહારનપુર- યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીતનું તમામ વિપક્ષોએ ખૂબ વિશ્લેષણ કર્યું. આ ચૂંટણીમાં જાતિય અને ધાર્મિક સમીકરણો સિવાય અન્ય એક પરિબળ ભાજપની તરફેણમાં મોટો ભાગ ભજવી ગયું અને તે છે ત્રિપલ તલાકનો મુદ્દો. મહત્વનું છે કે, ત્રિપલ તલાકની પ્રથાનો વિરોધ કરનારી મુસ્લિમ મહિલાઓએ BJPના પક્ષમાં મતદાન કર્યું. આ મુદ્દે ભાજપના કાર્યકર્તાઓએ પણ સ્પષ્ટતા કરી કે, યુપી ચૂંટણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ ભાજપને સાથ આપ્યો છે. ત્રિપલ તલાકની પ્રથાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારી સહારનપુરની આતિયા સાબરીએ પોતે ભાજપને મત આપ્યાની વાતનો સ્વીકાર કર્યો છે. આપને જણાવી દઈએ કે, BJPએ તેના ચૂંટણી ઘોષણાપત્રમાં ત્રિપલ તલાકના મુદ્દાને સ્થાન આપ્યું હતું.

સ્થાનિક મીડિયા સાથે વાત કરતા આતિયા સાબરીએ કહ્યું કે, BJPએ ત્રિપલ તલાકના મુદ્દાનો વિરોધ કર્યો છે અને આ કારણે જ તેણે ભાજપને મત આપ્યો છે. ત્રિપલ તલાકની પ્રથા નાબૂદ કરવાના ભાજપના વાયદાને યાદ કરાવતા આતિયા સાબરીએ જણાવ્યું કે, હાલમાં જ પુરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેણે અને તેના પરિવારે ભાજપના ઉમેદવારને મત આપ્યો છે. ત્રિપલ તલાકના વિરોધમાં આતિયા સાબરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી ઉપર આગામી 30 માર્ચે સુનાવણી કરવામાં આવશે.

મહત્વનું છે કે, આતિયા સાબરીના પતિએ તેને ફક્ત કાગળ પર ત્રણ વાર તલાક લખીને તેની સાથેનો સંબંધ પુરો કર્યો હતો. આતિયા સાબરીએ આ તલાકનો વિરોધ કર્યો અને તે આ અંગેની કાનુની લડાઈ લડવા સુપ્રીમ કોર્ટ પહોંચી છે. મીડિયા સાથે વાત કરતા આતિયા સાબરીએ કહ્યું કે, તેણે BJPને મત આપ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આતિયાએ કહ્યું કે, જો તેના દાવા અંગે વિશ્વાસ ન હોય તો EVMમાંથી નિકળેલી સ્લીપની પુરાવા રુપે ખરાઈ કરવામાં આવે. વધુમાં આતિયાએ પીએમ મોદીને પણ ત્રિપલ તલાકની પ્રથાને નાબુદ કરવા અપિલ કરી છે. આતિયાએ કહ્યું કે, મેં અને મારા પરિવારે પણ ભાજપને મત આપ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS