Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહારાષ્ટ્રભરમાં સરકાર હસ્તકની હોસ્પિટલોનાં નિવાસી ડોક્ટરો આજે સામૂહિક રજા પર ઉતરી ગયા છે. એને કારણે સરકારી હોસ્પિટલોમાં સેવા લગભગ બંધ જેવી છે. એને કારણે દર્દીઓની ખૂબ જ કફોડી હાલત થઈ ગઈ છે.

હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ગયા શનિવારે રાતે મુંબઈના સાયનમાં આવેલી લોકમાન્ય તિલક હોસ્પિટલમાં મૃત્યુ પામેલી એક મહિલાનાં સગાંવહાલાઓએ એક ડોક્ટરની મારપીટ કરી હતી. ત્યારબાદ ઔરંગાબાદમાં એક હોસ્પિટલમાં સાવ નજીવા કારણસર બે ડોક્ટરોની ધક્કામુક્કી કરીને મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાઓને પગલે રોષે ભરાયેલા નિવાસી ડોક્ટરોએ કામકાજ બંધ રાખ્યું છે.

રાજ્યના આરોગ્યપ્રધાન ગિરીશ મહાજને કહ્યું છે કે ડોક્ટરો માટેના સુરક્ષા ચોકિયાતોની સંખ્યા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડોક્ટરો એમનું આંદોલન પાછું ખેંચી લે, એવી મહાજને ડોક્ટરોને અપીલ કરી છે.

ઉક્ત બે હોસ્પિટલના ડોક્ટરોની મારપીટના પડઘા આખા મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં પડ્યા છે અને પુણેની સસૂન હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાળ પર ઉતરી ગયા છે. સાંગલીમાં પણ ફાર્મસી કોલેજના 70 ડોક્ટરોએ કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.

નાગપુરમાં 350 સરકારી નિવાસી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS