Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનઉ – ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ સમાપ્ત થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભલે કોઈ મુસ્લિમને ટિકિટ આપી નહોતી, પરંતુ નવા મુખ્યપ્રધાન બનેલા યોગી આદિત્યનાથે એમના પ્રધાનમંડળમાં રાજ્યપ્રધાન તરીકે મોહસીન રઝાને સામેલ કરીને આલોચકોની બોલતી બંધ કરી દીધી છે.

મોહસીન રઝા શિયા મુસ્લિમ છે. તેઓ સારા ક્રિકેટર પણ છે. તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યની ટીમ વતી રણજી ટ્રોફી સ્પર્ધામાં રમી ચૂક્યા છે.

રઝા ત્રણ વર્ષ અગાઉ ભાજપમાં જોડાયા હતા. એમને વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિવિધ ટીવી ચેનલોમાં પેનલ ચર્ચા વખતે ભાજપ વતી સામેલ કરવામાં આવ્યા હતા.

રઝા હાલ વિધાનસભ્ય નથી તે છતાં એમને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. એમણે હવે છ મહિનાની અંદર વિધાનમંડળના બે ગૃહ (વિધાનસભા અને વિધાનપરિષદ)માંથી કોઈ પણ એકમાં સભ્ય બનવું પડશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS