Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભૂજ- વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે 22મી મેએ કચ્‍છના ભચાઉ નજીક નર્મદા પમ્પિંગ સ્ટેશનું ઉદઘાટન થવાનું છે. પાણી માટે વર્ષોથી તરસી રહેલી કચ્‍છની ધરા અને કચ્છવાસીઓ માટે આ અવસર મહામૂલો ઉત્‍સવ છે. મા નર્મદાના નીરને વધાવવા એક એક કચ્‍છવાસી અંતરના ઉમળકાથી તૈયારી કરી રહ્યો છે. ત્‍યારે નર્મદાના નીર જે ગામોને મળશે તે ગામડાઓમાં ગ્રામજનો દ્વારા ઉત્‍સાહ ઉલ્‍લાસ સાથે લાપસીના આંધણ મુકાઈ રહ્યાં છે. અને ૫રં૫રાગત રીતે લા૫સી તૈયાર કરીને એકબીજાનાં મોં મીઠા કરાવી નર્મદાનીરને આવકારી રહ્યાં છે. નર્મદાનું પાણી કચ્છ માટે કેટલું મહામુલું છે તે જોઇ શકાઈ છે.

સરદાર સરોવર નર્મદા નિગમના શ્રીનિવાસને જણાવ્યું હતું કે, પાણીના વિસ્‍તરણ અને વિતરણ માટે નર્મદાની કચ્‍છ શાખા નહેર તથા ગાગોદર પેટા શાખા નહેરમાંથી નિકળતી શાખાઓ, માઇનોર અને સબ માઇનોર માટે રૂ.411.76 કરોડના 5 પેકેજ કામો હાલ ચાલી રહ્યાં છે. જેનાથી આ વિસ્‍તારની 5407 હેકટર જેટલી જમીનને લાભ મળશે. નર્મદાના નીર વિસ્‍તરણ અને વિતરણના 5 પેકેજોમાં 35.21 કિ.મી. લંબાઇના 21 ડિસ્‍ટ્રીબ્‍યુટરી 531 કિ.મી.લંબાઇની 119 માઇનોર શાખા અને 1720 કિ.મી.ની 998 સબ માઇનોર શાખાનો સમાવેશ થાય છે. જેમાં 176.08 હેકટર જેટલી ખાનગી માલિકીની જમીન સંપાદન કરવાની થાય છે.

આ પેકેજોની કામગીરી પૂર્ણ થતાં 47 જેટલા ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે. જે ગામોને લાભ મળનાર છે. તેમાં ફતેહગઢ, શાનગઢ, સેલારી, ઘેડી, દેશલપર, થાનપર, દાવરી, રાવ, રવેચી, તંત્રો, જેશડા, સુઢાનવાંઢ, લાકડાવાંઢ, સુવઇ, વનોઇ, ચોબારી, કનખોઇ, એકલ, મનફરા, નેર, ખારોઇ, બંધડી, માય, કુજીસર, શીકરા, કડોઇ, ખાડેક, મોમાયમોરા, મોડા, શણવા, આડેસર, સુખપર, માખેલ, જાડાવાસ, ટગા, પલાસવા, ધાણીઘર, ગાગોદર, નદિણ, પંડયાનો ગઢ, ભીમદેવકા, થોરીયારી, કુંભારીયા, ચાંદ્રોડી, નારાયણસરી, શિકારપુર અને વાંઢીયાનો સમાવેશ થાય છે.

કચ્‍છની ધરતી અને કચ્છવાસીઓની દ્વારા વર્ષોથી નર્મદાના પાણીની તરસ હવે છીપાશે તેમ લાગી રહ્યું છે. નર્મદાના નીરને વધાવવા કચ્‍છવાસીઓ અંતરના ઉમળકાથી તૈયારી કરી રહ્યોં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS