Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં યુતી માટે કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો અમે એની પર વિચાર કરીશું, પણ અમે ચૂંટણી એકલે હાથે લડી લેવા અને બધી બેઠકો પર ચૂંટણી લડશે, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ આજે જણાવ્યું છે.

મુંબઈ મહાપાલિકા ચૂંટણી પૂર્વે રાજ ઠાકરેએ આજે ફેસબુક પર લોકો સાથે લાઈવ ચેટિંગ દ્વારા સંવાદ કર્યો હતો. એમાં તેમણે મહાપાલિકા ચૂંટણી, ભાજપ, શિવસેના, નોટબંધી નિર્ણય વગેરે મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.

શિવસેના-ભાજપ યૂતી નબળી પડી રહી હોવાના અહેવાલોનો ઉલ્લેખ કરીને રાજ ઠાકરેએ હજી ગઈ કાલે જ કહ્યું હતું કે મારી પાર્ટી ચૂંટણી ગઠબંધન કરવા તૈયાર છે. પરંતુ, આજે લાઈવ ચેટિંગમાં એમણે કહ્યું કે મનસે પાર્ટી મહાપાલિકા ચૂંટણી એકલે હાથે લડવા તૈયાર છે.

રાજ ઠાકરેના ફેસબુક સંવાદના મુખ્ય અંશઃ

– મુંબઈ મહાપાલિકા ચૂંટણી માટે મનસેએ કમર કસી લીધી છે.

– હાલ કોઈ પર્યાય નજર સમક્ષ દેખાતો નથી એટલે ચૂંટણી સ્વબળે લડીશું

– ચૂંટણી માથા પર છે ત્યારે અમુક પક્ષો જાતીયતાનું વિષ પ્રસરાવી રહ્યા છે

– નાશિકમાં ફરી એક વાર મનસેની સત્તા લાવીને બતાવીશ.

– મનસેએ બજાવેલી કામગીરીનાં કોઈ વખાણ કરતું નથી.

– મહારાષ્ટ્રમાં જેટલા ટોલ નાકા બંધ કરવામાં આવ્યા છે એનો શ્રેય માત્ર મનસે પાર્ટીને જ જાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS