Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ભારતીય ટીમ રનર્સ અપ બની હતી. કેપ્ટન મિતાલી રાજની એ છેલ્લી વર્લ્ડ કપ હતી, પણ એણે હજી ક્રિકેટ રમવાનું થોડોક વખત સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. એનું કહેવું છે કે પોતે આવતા વર્ષે નિર્ધારિત  મહિલાઓની T20 વર્લ્ડ કપ રમવા માગે છે. તેમજ આગામી વર્ષ દરમિયાન અમુક આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં પણ રમવા ઈચ્છે છે.

મિતાલીનાં સુકાનીપદ હેઠળ ભારતની ટીમ હાલમાં સમાપ્ત થયેલી વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી હતી જ્યાં જોરદાર લડત આપ્યા બાદ ઈંગ્લેન્ડ સામે એનો 9-રનથી પરાજય થયો હતો. મિતાલીનાં કપ્તાનપદ હેઠળ ભારતીય ટીમને આ બીજી વાર ફાઈનલમાં હાર સહન કરવી પડી હતી. અગાઉ, 2005માં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં પરાજય થયો હતો.

મિતાલી અને તેની સાથીઓ ભારત પાછી ફરી છે ત્યારથી દેશમાં ઠેકઠેકાણે એમનાં સમ્માન સમારંભો યોજાઈ રહ્યા છે.

મુંબઈમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી એમનું સમ્માન કરાયા બાદ નવી દિલ્હીમાં તાજમહલ હોટેલ ખાતે આયોજિત સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ ખેલાડીઓને પ્રત્યક્ષ કરીતે મળીને અભિનંદન આપ્યા હતા.

મિતાલીએ કહ્યું છે કે અમને ક્રિકેટ રમવા માટે વિશ્વકક્ષાની સુવિધાઓ મળી રહી છે તેથી અમે હવે વધુ સારી રીતે સુસજ્જ થઈ શકીએ છીએ.

મિતાલીએ વધુમાં કહ્યું કે હું આવતા વર્ષે નિર્ધારિત T20 વર્લ્ડ કપમાં રમવા માગું છું અને આવતા બે વર્ષ દરમિયાન યોજાનાર અમુક શ્રેણીઓમાં પણ રમવા ઈચ્છું છું.

T20 વર્લ્ડ કપ સ્પર્ધા આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાની છે.

(વર્લ્ડ કપ 2017ની મેચમાં મિતાલી રાજની એક બેટિંગ ઝલક…)

(ફોટોગેલરીઃ મિતાલી રાજને  મહિલાઓની વન-ડે ઈન્ટરનેશનલ્સ ક્રિકેટમાં 6000 રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા બદલતેલંગણા બેડમિન્ટન એસોસિએશનના વાઈસ-પ્રેસિડન્ટ વી. ચામુન્ડેશ્વરીનાથ તરફથી BMW કાર ગિફ્ટમાં આપવામાં આવી છે)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS