Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page


બેંગલુરુ – લીગ તબક્કામાં પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 રહેલી, પણ પહેલી ક્વોલિફાયર મેચમાં હારી જનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આજે અહીં બીજી ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 6-વિકેટથી પરાજય આપીને આઈપીએલ-10ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનાર ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ સામે થશે જેની સામે મુંબઈ પહેલી ક્વોલિફાયરમાં હારી ગઈ હતી.

આજે, મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં કોલકાતાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

કોલકાતા ટીમ 18.5 ઓવરમાં માત્ર 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

તેના જવાબમાં મુંબઈએ 14.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 111 રન કરીને મેચ જીતી લીધી હતી.

મુંબઈના લેગબ્રેક ગુગલી બોલર કર્ણ શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. એણે 4 ઓવરનાં 16 રન આપીને કોલકાતાની 4 વિકેટ લીધી હતી.

કોલકાતાનો સૂર્યકુમાર યાદવ 31 રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. ક્રિસ લીને 4, સુનીલ નારાયણે 10, કેપ્ટન ગૌતમ ગંભીરે 12, વિકેટકીપર રોબીન ઉથપ્પાએ 1, ઈશાંક નેગીએ 28 રન કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સનો આરંભ સારો રહ્યો નહોતો. લેન્ડલ સિમન્સ 3, પાર્થિવ પટેલ 14 રન કરીને આઉટ થયો હતો. અંબાતી રાયડુએ 6 અને કેપ્ટન રોહિત શર્માએ 26 રન કર્યા હતા. કૃણાલ પંડ્યા 30 બોલમાં 45 અને કાઈરન પોલાર્ડ 9 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

આઈપીએલ સ્પર્ધામાં મુંબઈએ આ ચોથી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS