Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પૂણે– હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ તેમની પોલિસીમાં ફેરફારો કરી રહી છે. મેક્સ બૂપા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ)ના ડોક્ટરોને હાલમાં જ એક સર્ક્યુલર જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા તમામ મેડિક્લેમ રોકી દેવામાં આવશે. માત્ર જેનેરિક દવાઓવાળા મેડિક્લેમ જ પાસ કરવામાં આવશે.

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, આ સર્ક્યુલરને માનવો અશક્ય છે, માત્ર જેનેરિક દવાઓ દ્વારા ઈલાજ કરવો શક્ય નથી. કેટલીક કેટલીક ગંભીર બીમારીઓ જેવી કે, કેન્સરના રોગ માટે જરૂરી દવાઓ માત્ર બ્રાન્ડ્સમાં જ ઉપલબ્ધ હોય છે.

મેક્સ બૂપાના આ સર્ક્યુલર 5 મેથી જ અમલમાં આવવાનો હતો. મેક્સ બૂપાના સર્ક્યુલર સામે આઈએમએ એ નારાજગી દર્શાવી અને લખ્યું કે, જેનેરિક દવાઓથી તમામ બીમારીઓનો ઉપચાર ન કરી શકાય.  જોકે, 9મેના રોજ આઈએમએ પૂણે અને રાજ્યના એકમે મેક્સ બૂપાના સર્ક્યુલર પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, માત્ર જેનેરિક દવાથી દર્દીનો ઉપચાર ન કરી શકાય.

હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના પૂણે એકમના ચેરમેન ડો. સંજય પાટીલે કહ્યું હતું કે, અમે 9મેએ સર્ક્યુલર જારી કર્યો હતો તેમાં લખ્યું હતું કે, ડોકટરોએ માત્ર જેનેરિક દવાઓ લખી આપવી. યોગ્ય દવા અને બ્રાન્ડ પસંદગી કરવાની આઝદી ડોકટરો પાસે છે, મેડિકલ સ્ટોર કે ઈન્શ્યોરન્સ કંપની પાસે નથી. જેનેરિક દવાઓની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર જેનેરિક દવાઓ પેટન્ટ હોય છે, અને તેને ઓરિજનલ મેન્યૂફેક્ચરરના લાયસન્સ વગર વેચવામાં આવે છે.

21 એપ્રિલ 2017ના રોજ દેશની સર્વોચ્ચ મેડિકલ રેગ્યુલેરટર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્ક્યુલર જાહેર કર્યો હતો, તે અનુસાર તમામ ફિઝિશિયન્સે સ્પષ્ટરુપે કેપિટલ લેટર્સમાં જેનેરિક દવાઓ જ લખવાની રહેશે, અને તેની સાથે તેનો નુસ્ખો અને ઉપયોગ પણ દર્શાવવાના રહેશે.

જેનેરિક દવાઓ એટલે શું?

કોઈ પણ બીમારીના ઈલાજ માટે એક રસાયણ તૈયાર કરાય છે, જેને દવામાં ફેરવી નાંખવામાં આવે છે. કંપનીઓ અલગઅલગ નામોથી આ સોલ્ટને વેચે છે. આ સોલ્ટનું જનેરિક નામ સોલ્ટના કમ્પોઝિશન અને બીમારીને ધ્યાનમાં રાખતા એક વિષેશ સમિતિ દ્વારા નક્કી કરાય છે. કોઈ પણ સોલ્ટમાં જેનેરિક નામ આખી દુનિયામાં એક જ હોય છે. આ દવાઓની કિંમતમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે, અને તેથી બ્રાન્ડેડ દવા કરતાં ખૂબ સસ્તી પણ પડે છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, જે દવાઓ પેટન્ટ ન હોય ડોક્ટર તેમને જેનેરિક તરીકે લખી આપે, જેના કારણે લોકોને સસ્તી દવાઓ મળી શકશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS