Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પેઈચિંગ- મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રયાસોમાં થોડીક મજબૂતી મળી છે. હકીકતમાં બાબત એવી છે કે ભારતમાં સેવા બજાવી ચૂકેલા પૂર્વ ચીની રાજદ્વારીએ ચીનને અઝહર મામલે પોતાનું સ્ટેન્ડ બદલવા અંગે સલાહ આપી છે.

કોલકતા ખાતે રાજદૂત તરીકે રહી ચૂકેલા માઓ સિવે દ્વારા પોતાના લખાણમાં કહેવામાં આવ્યું છે કે અઝહર એક આતંકવાદી છે અને ચીને પોતાના મંતવ્ય પર ફરી એકવાર યોગ્ય રીતે વિચાર કરવો જોઈએ. સિવે સોશિયલ મીડિયા સાઈટ WeChat પર ભારત-ચીન વચ્ચે અઝહરને લઈને ઉઠેલા વિવાદ અંગે પોતાના બ્લોગમાં આ બાબત લખી હતી. તેમણે ચીન સરકારને સલાહ આપતા જણાવ્યું કે અઝહર મુદ્દે ચીન ભારતનો પક્ષ લઈ બંને દેશોના સંબંધોને મહત્વપૂર્ણ સ્તરે લઈ જવા માટે ફાયદો મેળવી શકે છે. તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું કે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમદ્દના ઇતિહાસ અંગે ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે જ્યારે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરવા લાગે છે ત્યારે ત્યારે આ આતંકી જૂથો હિંસાત્મક પગલા ભરીને તેને પાટા પરથી નીચે ઉતારી દે છે.

નોંધનીય છે કે અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય  આતંકી ઘોષીત કરવાની ભારતની મંશા પર ચીને ફરી એકવાર 30 ડિસેમ્બરના રોજ પાણી ફેરવ્યું હતું. જ્યારે ડિસેમ્બરના મધ્યમાં ચીને સંકેતો આપ્યા હતા કે તેઓ અઝહર મામલે ફેરવિચારણા કરશે. જોકે અંતિમ ક્ષણે ચીને રાબેતા મુજબ દગો આપ્યો હતો. ભારતે ચીનના આ વલણને આતંકવાદ વિરૂદ્ધ બેવડું વલણ તેમજ દુર્ભાગ્યપૂર્ણ આઘાત તરીકે સરખાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતના પ્રયાસો આડે વિઘ્ન નાખવાવાળો ચીન એકમાત્ર દેશ છે. ત્યારે તેના જ પૂર્વ રાજદ્વારી દ્વારા કહેવાયેલ સલાહને ચીન ગંભીર રીતે લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સિવે કોલકતા ઉપરાંત નવી દિલ્હી ખાતે ચીની દૂતાવાસમાં સેવા આપી ચૂક્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS