Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહનો છેલ્લો દિવસ હોવા છતાં બ્લુચિપ શેરોમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. આજે એચડીએફસી બેંકની રાહબરી હેઠળ તેજી આગળ વધી હતી. એફઆઈઆઈ સહિત તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી ચાલુ રાખી હતી, સાથે ઉછાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ 167.48(0.59 ટકા) ઉછળી 28,468.75 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 43.70(0.50 ટકા) વધી 8821.70 બંધ થયો હતો. સેન્સેક્સ અને નિફટી 5 મહિનાની ટોચે બંધ રહ્યા હતા.

ગઈકાલની તેજી આજે બીજા દિવસે આગળ વધી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એચડીએફસી બેંકના સ્ટોકમાં ખરીદીની લીમીટ કાઢી નાંખી છે. જેથી સવારથી એચડીએફસી બેંકમાં લાવ-લાવ થઈ ગયું હતું. એક તબક્કે તો એચડીએફસી બેંકના શેરનો ભાવ ઉછળીને રૂ.1450ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે રૂ.49.50(3.75 ટકા) ઉછળી 1377.15 બંધ રહ્યો હતો. તેની પાછળ અન્ય બેંક સ્ટોકમાં પણ નવી લેવાલીથી તેજી જોવાઈ હતી.

એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ રીપોર્ટ પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હતું અને ઘટયા મથાળે બ્લુચિપ શેરોમાં નવી લેવાલી પણ આવી હતી. આમ માર્કેટનું જનરલ સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. અગ્રણી ટેકનિકલ એનાલીસ્ટોના કહેવા પ્રમાણે નિફટી 8850 કૂદાવશે તો નિફટી 9000 બતાવશે.

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS