Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડન- વર્ષ 2016ના માર્ચ મહિનામાં ભારતથી બ્રિટન ભાગી ગયેલા લિકર કિંગ  વિજય માલ્યાની ગત મંગળવારે બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને ત્રણ કલાક બાદ 4.5 કરોડ રૂપિયાના બોન્ડ અને પાસપોર્ટ જમા કરવાની શરતે માલ્યાને જામીન આપી દેવામાં આવ્યા હતા.

જોકે ભારત સરકાર માલ્યાને સરળતાથી સ્વદેશ પરત લાવી શકશે નહીં. આ માટે ભારત સરકારને 7 તબક્કામાંથી પસાર થવા સહિત સચોટ પુરાવા પણ આપવા પડશે. માલ્યા પર 17 બેંકોનું આશરે 9500 કરોડ રૂપિયાનું દેણું છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડથી બચવા વિજય માલ્યા 2016માં દેશ છોડીને ભાગી ગયા હતાં.

બ્રિટિશ કોર્ટમાં ભારતે સાબિત કરવો પડશે માલ્યાનો ગુનો

બ્રિટનની પ્રત્યાર્પણ પ્રોસેસ ઘણી ગૂંચવણ ભરેલી છે. બ્રિટિશ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિની બ્રિટનમાં સંપત્તિ હોય તો તે પાસપોર્ટ વગર પણ ત્યાં રહી શકે છે. આ સ્થિતિમાં માલ્યાને ભારત પરત લાવવો સરળ નહીં રહે. CBIએ બ્રિટિશ કોર્ટમાં સાબિત કરવું પડશે કે માલ્યા પર લાગેલા આરોપ બ્રિટનના કાયદા મુજબ પણ અપરાધ છે. જો આરોપ સાબિત થશે તો બ્રિટિશ કોર્ટ માલ્યાના પ્રત્યાર્પણનો ઓર્ડર આપી શકે છે. અને જો તપાસ એજન્સી માલ્યા વિરુદ્ધ આરોપ સાબિત નહીં કરી શકે તો પ્રત્યાર્પણની આશાને ફટકો લાગી શકે છે. પ્રત્યાર્પણની સુનાવણી બાદ પણ અંતિમ ફેંસલો ફોરેન મિનિસ્ટ્રીએ જ કરવાનો હોય છે. માલ્યા પાસે મેજિસ્ટ્રેટ કોર્ટના ફેંસલાને ઉપલી કોર્ટમાં પડકારવાનો હક છે. ઉપરાંત માલ્યાનું પ્રત્યાર્પણ તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે કે નહીં તે પણ લંડન કોર્ટ નક્કી કરશે. આ સ્થિતિમાં માલ્યાને ભારત પરત લાવવામાં ભારતીય એજન્સીઓને ઓછામાં ઓછા 10 થી 12 મહિનાનો સમય લાગી શકે છે.

શું કહે છે જાણકારો?

પૂર્વ ડિપ્લોમેટ નરેશ ચંદ્રાના જણાવ્યા પ્રમાણે, “બ્રિટિશ કોર્ટમાં સૌ પહેલા ભારતે સાબિત કરવું પડશે કે બ્રિટનમાં માલ્યા સામે કેસ ચલાવી શકાય તેમ છે. આ માટે મજબૂત પુરાવા રજૂ કરવા પડશે. જો પુરાવા મજબૂત હશે તો ભારત સરકારની તરફેણમાં ચૂકાદો આવી શકે છે.

જોકે, તેમાં સુપ્રીમ કોર્ટ સુધી સુનાવણી પહોંચી શકે છે. ત્યારબાદ હોમ સેક્રેટરી પાસે કેસ જશે. જો તેઓ ભારત સરકારની તરફેણમાં ચૂકાદો આપશે તો માલ્યાને ભારતને લાવી શકાશે. સામાન્ય રીતે આ પ્રકારની પ્રક્રિયામાં બેથી ત્રણ વર્ષ લાગી શકે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS