Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ– દિલ્હીની રાજનીતિમાં જવાની તમામ અટકળો પર મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરામ લગાવી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રમાં રહીને આગામી 5 વર્ષમાં રાજ્યને બદલી નાંખશે. મુખ્યપ્રધાનની પહેલાં મહારાષ્ટ્રના ભાજપના દિગ્ગજ નેતા નિતીન ગડકરીએ પણ ફડણવીસને દિલ્હી મોકલવાની વાતનો ઈન્કાર કર્યો હતો.

મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજ્યમાં જ રહેશે. રક્ષાપ્રધાન બનાવવાની વાત પર પૂર્ણવિરામ મુકતા કહ્યું હતું કે મારે દિલ્હી જવાની જરૂર નથી. હું અહીંયા જ રહીશ. તેમણે કહ્યું કે મને લાગે છે કે એક મુખ્યપ્રધાનની પાસે એક કેન્દ્રીય પ્રધાનની સરખામણીએ વધારે શક્તિ હોય છે. અત્યારે હું એક મુખ્યપ્રધાન છું. અને મારી પાસે એક મોટો એજન્ડા છે.

રાજ્ય સરકારની સહયોગી શિવસેનાથી તેમને ભય છે, તે વાતને તેમણે નકારી કાઢી હતી. જ્યારે શિવસેનાના મુખપત્ર પર છપાયેલી આલોચનાત્મક એડિટર કૉલમ અંગે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ મુખપત્ર નથી વાંચતા.

જીએસટી માટે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે સફળ નહીં પણ વધુ સફળ થઈને ખૂબ જ કારગત નીવડશે. જીએસટીના કાયદાના વખાણ કરતા કહ્યું કે તેનાથી દરેક રાજ્યોને લાભ થશે. મારુ માનવું છે કે જીએસટી સફળ થશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS