Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લોસ એન્જેલીસ – ત્રાસવાદી હુમલાની એક ગંભીર ધમકી મળવાને પગલે લોસ એન્જેલીસ યૂનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રીક્ટમાં તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર, બોમ્બ ધડાકો કરવાની અને બંદૂકમાંથી ગોળીબાર કરવાની ધમકી આપતો એક ઈમેલ એક સ્કૂલના બોર્ડના સભ્યને આવ્યા બાદ જિલ્લાના સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટે શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

તરત જ તે વિસ્તારમાં તમામ શાળાઓમાં વિસ્ફોટકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

તમામ શાળાઓ બંધ કરાવાથી ડિસ્ટ્રીક્ટના લગભગ છ લાખ જેટલા બાળકોને આજે ઘરમાં જ રહેવાની ફરજ પડી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS