Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મની લોન્ડરિંગ કેસની તપાસમાં સામેલ કરવા માટે લિકર બિઝનેસના મહારથી વિજય માલ્યાને દેશમાં પાછા લાવવા માટે ભારત-બ્રિટન વચ્ચેની મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT)ને ઉપયોગમાં લેવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને અહીંની એક સ્પેશિયલ કોર્ટે આજે પરવાનગી આપી છે.

પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના કેસોની સુનાવી કરતી સ્પેશિયલ કોર્ટે માલ્યા વિરુદ્ધ ભારત-બ્રિટન સમજૂતી હેઠળ ઓર્ડર ઈસ્યૂ કરવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતીને ગયા અઠવાડિયે જ મંજૂર કરી હતી.

માલ્યા અને એમની હવે બંધ કરી દેવાયેલી કિંગફિશર એરલાઈન્સે આઈડીબીઆઈ બેન્ક સાથે આશરે રૂ. 900 કરોડની છેતરપીંડી કરી હોવાનો આરોપ છે. આ ક્રિમિનલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તપાસ શરૂ કરી છે અને માલ્યા-કિંગફિશરની સંપત્તિને જપ્ત પણ કરી છે.

ઈડી વિભાગ હવે કોર્ટે ઈસ્યૂ કરેલી વિનંતી આગળના પગલા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુપરત કરશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS