Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ– વોરેન બફેટ તેમની કંપની  બર્કશાયર હેથવેના શેર હોલ્ડરોને વર્ષમાં એક વખત મોકલવામાં આવતા લેટરનો ગ્લોબલ ફાઈનાશિયલ વર્લ્ડને અધીરાઈથી ઈંતજાર રહેતો હોય છે. સામાન્ય રીતે આ લેટરમાં બફેટ રોકાણ અંગે પોતાના વિચારો રજૂ કરે છે. અને તેના કારણે રોકાણકારોને ઘણુ બધુ શિખવા મળે છે. આમ જોઈએ તો બફેટનો વાર્ષિક લેટર અમેરિકનો માટે હોય છે. પરંતુ દુનિયાના અન્ય વિસ્તારોમાં રહેતાં રોકાણકારોને પણ વાર્ષિક  લેટરમાંથી ઘણુ શીખવા મળ છે.

જાણો બફેટના 2016ના વાર્ષિક લેટરની મહત્વની 6 બાબતો જે ભારતીય રોકાણકારો માટે પણ મહત્વની છેઃ

તકનો  લાભ ઉઠાવવો

બફેટે તેના લેટરમાં જણાવ્યું છે કે, મારી  પાસે પ્રોફિટ  વધારવાની કોઈ જાદુઈ યોજના નથી, સિવાય કે મોટા સપના જોવા અને પોતાની જાતને માનસિક અને આર્થિક રીતે તૈયાર રાખવી, જેથી તક મળવા પર ઝડપથી નિર્ણય લઈ શકાય. દર 10 વર્ષમાં એક વખત આર્થિક આસમાન પર કાળા વાદળો છવાય જાય છે. અને એ સમયે જે લોકો રોકાણ કરે છે. તેમને ત્યાં સોનાનો વરસાદ થાય છે. અમે આ સમયની રાહ જોઈએ છીએ.

ભારતીયોમાં પણ મોટા ભાગે આવું જોવા મળે છે. ઉદાહરણ તરીકે નોટબંધી બાદ ભારતીય શેર બજારમાં મોટું ગાબડું પડ્યું હતું. પરંતુ તે ઝડપથી  રિકવર થઈ ગયું. લોકોને નોટબંધીને કારણે બેંકોમાં પૈસા જમા કરવા માટે મજબૂર થવું પડયું હતું. જેના કારણે બેંકિગ અને ફાઈનાન્સ સેક્ટરને ફાયદો થયો. તકનો  લાભ ઉઠાવનાર આજે સારો નફો મેળવી રહ્યાં હશે.

દેશના ભવિષ્ય પર ભરોસો  રાખો

દેશની સિસ્ટમ કેટલી સારી રીતે કામ કરે છે તે સમજવા માટે તમારે અર્થશાસ્ત્રી થવું જરૂરી  નથી. બસ તમારી આસપાસ જુઓ. 7.5 કરોડ ઘરોમાં લોકો રહે છે. દેશમાં 26 કરોડ ગાડીઓ છે. અમેરિકાનું કૃષિ સેક્ટર મજબૂત છે. અહીં ફેકટરીઓ દમદાર છે. સારા મેડિકલ સેક્ટર્સ છે. અને યૂનિવર્સિટીઓમાં ટેલેન્ટની કોઈ ઉણપ નથી. શુન્યથી શરુ કરીને અમેરિકાએ 90 લાખ કરોડ ડોલરની વેલ્થ જમા કરી છે.

માર્કેટ રિસર્ચ ગ્રુપના મતે ભારતની કુલ વેલ્થ જુલાઈ 2016માં 5.2 લાખ કરોડ ડોલર હતી. એ હિસાબે ભારત દુનિયામાં 7મો સૌથી અમીર દેશ છે. દેશમાં કન્સ્ટ્રક્શન કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકો મૉલમાં જઈ પૈસા ખર્ચ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો દેશની બહાર રજાઓ માણવા જઈ રહ્યાં છે. નવી  કંપનીઓ રોજગાર ઉભા કરી રહી છે. રોકાણકારો શેરબજાર મારફતે તેમનો ફાયદો ઉઠાવી શકે છે.

બજારમાં ઉતાર-ચડાવથી ડરવું નહી

આવનારા વર્ષોમાં કયારેક બજારમાં મોટો ઘટાડો આવશે, જેની અસર તમામ સ્ટોક પર થશે. કોઈ નથી કહી શકતું કે આવું ક્યારે થશે ? આ સ્થિતિમાં તમારે 2 બાબત કયારેય પણ ન ભૂલવી જોઈએ. પહેલી માર્કેટ જ્યારે ડરેલી સ્થિતિમાં હોય તે સમય રોકાણકારો માટે ઉત્તમ હોય છે. કારણ કે આ સમયે તમને સસ્તામાં શેર ખરીદવાની તક મળે છે. બીજી, ડર તમારો સૌથી મોટો દુશ્મન છે, તેથી ડર ન હોવો જોઈએ.

સામન્ય રીતે મંદીવાળા સમયમાં ભારતીય રોકાણકારો માર્કેટથી દુર જતા રહેતા હોય છે. અને તે તેજીના સમયે પરત ફરે છે. પરંતુ રોકાણકારોએ તેનું વિરુદ્ધ કરવું જોઈએ. શેરમાં રોકાણ કરવાનો ઉત્તમ સમય આ જ હોય છે, જ્યારે તે ઓછી કિંમતે મળી રહ્યાં હોય. જેથી તમારે માર્કેટમાં મંદીના સમયે શેરની  ખરીદી કરવી જોઈએ.

સસ્તી પ્રોડક્ટ સારી હોય છે

કેટલાક સ્માર્ટ લોકો આજે હેજ ફંડ ચલાવી રહ્યાં છે. પરંતુ તે ઘણી ઊંચી ફી વસુલે છે. સામાન્ય લોકો ઓછી કિંમત વાળા ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરશે તો તેમની માટે સારું રહેશે. તેમને ફંડ ઓફ ફંડથી બચવું જોઈએ.

જો બંન્ને વસ્તુઓ એક સરખી હોય તો જેની કિંમત ઓછી હોય તેની  ખરીદી કરો. ઉદાહરણ તરીકે મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ  પ્લાન રેગ્યૂલર પ્લાનની સરખામણીએ ઘણા સસ્તા હોય છે. સરેરાશ ઓછા ખર્ચથી રોકાણકારોને વઘુ રિટર્ન મળે છે. જ્યાં સુધી વીમા પ્રોડક્ટની વાત છે તો, ટર્મ ઈશ્યોરન્સ જેવા સસ્તા પ્રોડક્ટ યુલિપ જેવા કોમ્પ્લેક્સ પ્રોડક્ટની સરખામણીએ ઘણા સારા હોય છે.

માર્કેટીંગની હકીકત સમજો

શું કોઈ ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર તેમના ગ્રાહકને એવું કહેશે કે, તે એસએન્ડપી 500 પર બેઝ્ડ ઈન્ડેક્સ ફંડમાં દર વર્ષે રોકાણ કરે ? આ તો તેમના માટે આપઘાત સમાન છે. આ સલાહકારો મોટી ફી વસૂલે છે અને દર વર્ષે રોકાણની રણનીતિમાં સામાન્ય ફેરફારની સલાહ આપે છે. મોટાભાગના ડિસ્ટ્રીબ્યૂટર્સ કે એજન્ટો તમને એવી પ્રોડક્ટમાં રોકાણ કરવાની સલાહ આપતા હોય છે કે જેમાં તેમને મોટુ કમીશન મળતું હોય. એટલા માટે કોઈપણ નાણાંકીય નિર્ણય લેતાં પહેલા તમારે પ્રોડક્ટની કિંમત અને ખર્ચ અંગે પુરી જાણકારી મેળવી લેવી જોઈએ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS