Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – સમગ્ર દેશના સંગીતપ્રેમીઓ મહાન પાર્શ્વગાયક સ્વ. કિશોર કુમારની 88મી જન્મતિથિની આજે પોતપોતાની રીતે ઉજવણી કરી રહ્યાં છે. બોલીવૂડ સહિત અનેક ક્ષેત્રોની નામાંકિત હસ્તીઓએ કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપી છે. દંતકથાસમા પાર્શ્વગાયિકા લતા મંગેશકરે એમનાં સહ-ગાયકને યાદ કર્યાં છે અને કહ્યું છે કે હું કાયમ કિશોરદાની ગેરહાજરીને મહેસુસ કરું છું.

કિશોર કુમાર સાથે પોતાની એક તસવીર પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતાં લતા મંગેશકરે લખ્યું છે કે, કિશોરદા કી આજ જયંતિ હૈ. વો જિતને અચ્છે ગાયક થે ઉતને હી અચ્છે ઈન્સાન થે. મુઝે કિશોરદા કી કમી હમેશા મેહસુસ હોતી હૈ.

લતાજીએ શેર કરેલી તસવીર એક સંગીત કાર્યક્રમ એમણે સાથે મળીને કર્યો હતો એ વખતની છે.

લતાજીએ કિશોર કુમારની જન્મજયંતિએ એમની સાથે ગાયેલું પહેલું ગીત પણ યાદ કર્યું છે. એ ગીતનાં શબ્દો છે – ‘યે કૌન આયા રે’. એ ફિલ્મ હતી ‘ઝિદ્દી’. એ ફિલ્મમાં દેવ આનંદ અને કામિની કૌશલ મુખ્ય કલાકાર હતાં.

લતાજીએ આ વિશે લખ્યું છે કે, ‘મેરા ઔર કિશોરદા કા સાથ મેં યે પહલા ગીત જો હમને 1948 મેં ગાયા થા.’

અમિતાભ બચ્ચન, સંગીતકાર રામ સંપત, ગાયક શાન, વિશાલ દદલાની, નિર્માતા સુજોય ઘોષ, એક્ટર શ્રેયસ તલપડે, એક્ટર-નિર્માતા રીતેશ દેશમુખે પણ પોતપોતાના ટ્વિટર પેજ પર કિશોર કુમારને શબ્દાંજલિ આપી છે.

(કિશોર કુમાર અને લતા મંગેશકરે અનેક યુગલ ગીતો ગાયાં છે. એમાંનું એક ‘આંધી’ ફિલ્મનું ગીત અને ‘ઝિદ્દી’ ફિલ્મનું જુઓ…)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS