Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કોઈમ્બતુર – આ શહેરની એક શાળાનાં વિદ્યાર્થીઓએ 2.35 લાખ ડિસ્પોઝેબલ પેપર કપ્સનો ચાર શેડ્સમાં ઉપયોગ કરીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડો. એ.પી.જે. કલામના ચહેરાની આકૃતિનું આજે સર્જન કર્યું હતું. એમના આ સર્જનને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળે એવી પૂરી શક્યતા છે. વિશ્વમાં આ સૌથી મોટું પેપર કપ મોઝેક (આકૃતિ) બન્યું છે.

શાળામાં 6ઠ્ઠાથી 11મા ધોરણમાં ભણતાં 167 વિદ્યાર્થીઓએ ચાર કલાક સુધી મહેનત કરીને આ સર્જન કર્યું હતું. એમણે 981 સ્ક્વેર મીટર જમીન પર 2.35 લાખ પેપર કપ્સ ચાર જુદા જુદા રંગમાં ગોઠવીને ‘મિસાઈલ મેન’ તરીકે પ્રખ્યાત થયેલા ડો. કલામના ચહેરાના આકારનું નિર્માણ કર્યું હતું.

વિદ્યાર્થીઓ ચોક્કસપણે નવો ગિનેસ રેકોર્ડ બનાવશે, કારણ કે ગયા વર્ષના એપ્રિલમાં લખનઉમાં વોડાફોનના લોગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે માટે 627 સ્ક્વેર મીટર જમીન પર 1.40 લાખ પેપર કપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ વખતે ચિત્ર તૈયાર કરવામાં લોકોને 4 કલાક અને 15 મિનિટનો સમય લાગ્યો હતો.

કોઈમ્બતુરમાં ડો. કલામના ચહેરાની આકૃતિ તૈયાર કરવાના કાર્યક્રમનો આરંભ સવારે 6.30 વાગ્યાથી કરવામાં આવ્યો હતો અને બરાબર 10.30 વાગ્યે એ કામ પૂરું થયું હતું. એ પ્રસંગે ગિનેસ સંસ્થાની માર્ગદર્શિકા અનુસાર કેમ્ફોર્ડ ઈન્ટરનેશનલ સ્કૂલે નિયુક્ત કરેલા આઠ સર્વેયર્સ, સાક્ષીઓ તથા સહાયકો હાજર રહ્યા હતા.

સોગંદનામા જેવા દસ્તાવેજો તેમજ એ પ્રસંગના વિડિયો રેકોર્ડિંગ્સ સિદ્ધિની એન્ટ્રી માટેના પુરાવા રૂપે ગિનેસ સંસ્થાને મોકલવામાં આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS