Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- ઈન્ડિયન નેવીના પૂર્વ ઓફિસર અને હાલ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની માતાને વિઝા આપવા અંગે પાકિસ્તાન વિચાર કરી શકે છે. આ માહિતી પાકિસ્તાની મીડિયાએ જણાવી છે.

જો કે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ કહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાણ કરાઈ નથી. આપને જણાવીએ કે, ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ ઉપર પાકિસ્તાને જાસૂસીનો આરોપ લગાવ્યો છે તેને ફાંસીની સજા આપવામાં આવી છે. હાલમાં તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

ગત 10 જુલાઈએ સુષ્મા સ્વરાજે કુલભૂષણ જાધવની માતા અવંતિકા જાધવનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘ભારતીય મહિલાની વિઝા અરજી ઘણાં સમયથી પેન્ડિગ છે. જેઓ પાકિસ્તાનમાં પોતાના પુત્ર કુલભૂષણને મળવા માગે છે જેને ત્યાંની સરકારે મોતની સજા સંભળાવી છે. આ અંગે મેં સરતાજ અઝીઝને એક પત્ર પણ લખ્યો હતો. પરંતુ તેઓએ આ અંગે જવાબ આપવાનું પણ સૌજન્ય બતાવ્યું નથી.’

સુષમા સ્વરાજે વધુમાં કહ્યું કે, હું એટલું ચોક્કસ કહીશ કે પાકિસ્તાનનો કોઈપણ નાગરિક કે જેને મેડિકલ વિઝા જોઈએ છે, જો તેઓ સરતાઝ અઝીઝની ભલામણ ધરાવતો પત્ર લાવશે તો ભારત તેને તરત જ મેડિકલ વિઝા ઈશ્યૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ગત શનિવારના રોજ 17મી વખત જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવાની અરજી કરી હતી. પરંતુ પાકિસ્તાને તેને ફગાવી દીધી છે. જોકે હવે પાક. મીડિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાન સરકાર કુલભૂષણની માતાને વિઝા આપવા વિચાર કરી રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS