Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કેન્સાસ- ગત મહિને અમેરિકાના કેન્સાસ શહેરમાં સામાન્ય ઝઘડામાં ગુસ્સે થયેલા અમેરિકને બે ભારતીય એન્જીનિયર શ્રીનિવાસ અને આલોક મદાસાની પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં શ્રીનિવાસનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આલોકનો આબાદ બચાવ થયો હતો. આ હુમલામાં કદાચ આલોક મદાસાનીનું પણ મોત થયું હોત. પરંતુ ઘટના સ્થળે હાજર ઈયાન ગ્રિલેટ નામનો અમેરિકી નાગરિક પોતાના જીવની પરવા કર્યા વિના આલોકની મદદ કરવા આગળ આવ્યો હતો અને ઘાયલ થયો હતો. ઈયાનની માનવતાને બિરદાવવા અમેરિકા સ્થિત ભારતીય સમુદાયના લોકોએ ઈયાનને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, ઈયાન જ્યારે શ્રીનિવાસ અને આલોકનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે હુમલો કરનારા અમેરિકનની બંદૂકની ગોળી ઈયાનના હાથમાં વાગીને નિકળી હતી. ઈયાનની આ માનવતાને સન્માનિત કરવા માટે ભારતીય સમુદાય દ્વારા તેને ‘અ ટ્રુ અમેરિકન હીરો’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવશે. 25 માર્ચે હ્યૂસ્ટન સ્થિત ઈન્ડિયા હાઉસ ખાતે યોજાનારા 14મા વાર્ષિક સમારોહ દરમિયાન ઈયાનને સન્માનિત કરવામાં આવશે.

બોર્ડના સદસ્ય અને ઈન્ડિયા હાઉસ 2017ના વર્ષિક સમારોહની અધ્યક્ષતા કરી રહેલા જીતેન અગ્રવાલે જણાવ્યું કે, ઈયાનને સન્માનિત કરવો આમારા માટે ગર્વની વાત છે. અમે હ્યૂટનમાં રહેનારા દરેક લોકોને આ સમારોહ માટે આમંત્રણ આપીએ છીએ. આપણે બધાએ ઈયાનની અમેરિકન ભાવનાને બિરદાવવી જોઈએ.

અમેરિકામાં નિયુક્ત ભારતીય રાજદૂત નવતેજ સરના, ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત ડેવિડ મુલફ ફોર્ડ, અમેરિકાની પૂર્વ સહાયક સેક્રેટરી ઓફ સ્ટેટ નિશા બિસ્વાલ, સિલ્વસ્ટરના મેયર અને માસ્ટર શેફ વિકાસ ખન્ના સહિત અનેક લોકો આ સન્માન સમારોહમાં હાજર રહેશે.

મહત્વનું છે કે, છેલ્લાં કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો પર વંશીય હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. અને ભારતીય સમુદાયના અનેક લોકો આ ‘હેટ ક્રાઈમ’નો શિકાર બન્યા છે. ગત મહિને જ અમેરિકામાં નોકરી કરતી ભારતીય મુળની એક યુવતી પર ન્યૂયોર્કમાં હુમલો કરવામાં આવ્યો હતો. એક તરફ આ પ્રકારના હુમલાઓથી અમેરિકામાં વસતો ભારતીય સમુદાય ડરી ગયો છે, તો બીજી તરફ અમેરિકન નાગરિકોને ભારતીય સંસકૃતિ અને ભારતીય ઈતિહાસથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS