Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ માર્કેટ વેલ્યૂએશનમાં આજે આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ટીસીએસને પાછળ રાખી દીધી છે. એનર્જી અને ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર 1.36 ટકાના  વધારા સાથે 1,410 રૂપિયા પર પહોંચી ગયા છે. ગઈ કાલે બીએસઈ ઈન્ડેક્સમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીની કુલ માર્કેટ વેલ્યૂ વધીને 4.58 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જે એક દિવસનો અત્યાર સુધીનું સૌથી ઉંચુ સ્તર છે.

તો  બીજી તરફ ટીસીએસના શેરની કિંમત 0.25 ટકાના ઘટાડા સાથે 2,315 રૂપિયા પર પહોંચી ગઈ છે. સાથે જ માર્કેટ વેલ્યૂ ઘટીને 4.56 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે એક દિવસનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. છેલ્લા 3 મહીનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર 35 ટકા મજબૂત થયો છે. જ્યારે આ દરમિયાન ટીસીએસના શેરમાં માત્ર 2 ટકાનો ઉછાળો આવ્યો છે.

રીલાયન્સ જિયોની સર્વિસ માટે ચાર્જ વસૂલવાની જાહેરાત બાદ નિષ્ણાતો તેમની સહયોગી કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રી પર દાવ લગાવવા લાગ્યાં છે. આ ઉપરાંત કંપનીના પેટ્રો કેમિકલ પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં આવનાર છે. બીજી તરફ એચ-1બી વિઝાના નિયમો કડક બનાવતા તકનીકી ક્ષેત્રમાં મોટા ફેરફારોની વચ્ચે આઈટી શેર સંઘર્ષ કરી રહ્યાં છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર લાંબા સમય માટે સારું પર્ફોર્મન્સ ન કરી શકત કારણ કે રોકાણકારોને જિયોના નફાને લઈને ચિંતા હતી. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ જિયોમાં 25 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જો કે હવે અંદાજે 7.20 કરોડ લોકોએ 31 માર્ચ સુધીમાં જિયોની પ્રાઈમ મેમ્બરશિપ ખરીદી લીધી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS